કૉંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

08 March, 2019 07:50 AM IST  | 

કૉંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીના 15 ઉમેદવારોમાં UPAનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને રાયબરેલીની અને કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને અમેઠીની ટિકિટ ફાળવવામાં આવી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કૉંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ધારિત 15 નામોમાં ૧૧ નામો ઉત્તર પ્રદેશનાં અને ૪ નામો ગુજરાતના ઉમેદવારોનાં છે.

કૉંગ્રેસના 15 ઉમેદવારોનાં નામોની યાદી

કૉંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકે બહાર પાડેલી યાદીની વિગતો પ્રમાણે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો સલમાન ખુરશીદ, જિતિન પ્રસાદ અને આર.પી.એન. સિંહને તેમની પરંપરાગત ફરુર્ખાબાદ, ધૌરાહરા અને કુશીનગરની બેઠકો ફાળવવામાં આવી છે. કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના ભૂતપૂર્વ પ્રમુખ નિર્મલ ખત્રી રાજ્યની ફૈઝાબાદ બેઠક પરથી અને ગુજરાત એકમના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી રાજ્યના આણંદ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે.

rahul gandhi sonia gandhi Lok Sabha amethi national news