રાફેલ ડીલ પર વિપક્ષનો હલ્લાબોલ, સોનિયા ગાંધીએ કહ્યું: PM બ્લફમાસ્ટર

13 February, 2019 02:19 PM IST  |  નવી દિલ્હી

રાફેલ ડીલ પર વિપક્ષનો હલ્લાબોલ, સોનિયા ગાંધીએ કહ્યું: PM બ્લફમાસ્ટર

સોનિયા ગાંધીએ રાફેલ ડીલ મુદ્દે મોદીને ઘેર્યા.

સંસદમાં રાફેલ ડીલ પર કેગનો રિપોર્ટ રજૂ થવા દરમિયાન કોંગ્રેસ સંસદીય સમિતિની બેઠક થઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી મનમોહન સિંહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ મોદી સરકારને જબરદસ્ત રીતે ઘેરી.

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તો પીએમ મોદીને 'બ્લફમાસ્ટર' સુદ્ધાં કહી દીધું. સોનિયા ગાંધીએ બેરોજગારી, રાફેલ ડીલ, નોટબંધી અને કૃષિ જેવા તમામ સળગતા મુદ્દાઓ પર મોદી સરકારને નિશાના પર લીધી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સતત બંધારણના મૂલ્યો સિદ્ધાંતો અને જોગવાઈઓ પર હુમલા કરી રહી છે.

રાહુલ ગાંધીએ સાધ્યું ભાજપ સરકાર પર નિશાન

કેન્દ્ર સરકારને ઘેરતા સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે, 'સંસ્થાઓને બરબાદ કરવામાં આવી રહી છે અને રાજકીય પ્રતિદ્વંદીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જે સંમત નથી થતા તેમને દબાવવામાં આવી રહ્યા છે. એટલે સુધી કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું ઘોંટવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દેશમાં ભય અને સંઘર્ષનો માહોલ છે.'

આ પણ વાંચો: લોકસભામાં લાગ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા, સંસદમાં વિપક્ષનું પ્રદર્શન

રાહુલ ગાંધીએ પણ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અમે વિચારધારાની લડાઈમાં ભાજપને હરાવી રહ્યા છીએ. બેઠક ખતમ થયા પછી વિપક્ષીય દળોએ રાફેલ ડીલને લઈને પ્રદર્શન કર્યું. આ દરમિયાન ચોકીદાર ચોર છેના નારા પણ લગાવ્યા. બેઠકમાં સામેલ થતા પહેલા રાહુલે રાફેલ પર રજૂ થનારા કેગના રિપોર્ટ પર કહ્યું કે આજે તેઓ આ મુદ્દે વધુ એક પ્રેસ કોન્ફરન્સ કરશે.