સીતાનું અપહરણ થયું હતું કે નહીં તેની તપાસ શ્રીલંકામા થશે: શિવરાજ સિંહ

18 July, 2019 12:06 PM IST  |  ઇન્દોર

સીતાનું અપહરણ થયું હતું કે નહીં તેની તપાસ શ્રીલંકામા થશે: શિવરાજ સિંહ

શિવરાજ સિંહ

દેશમાં ભલે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મામલે ચર્ચા ચાલી રહી હોય, પરંતુ મધ્ય પ્રદેશમાં શ્રીલંકામાં સીતા મંદિરના નિર્માણ અંગે રાજકારણ ગરમાયું છે. શિવરાજ સરકાર દ્વારા શ્રીલંકામાં સીતા મંદિર બનાવવાના નિર્ણય અંગે વર્તમાન કમલનાથ સરકારે સવાલ ઊભા કર્યા છે. ત્યાં જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહે જણાવ્યું છે કે રાજ્ય સરકાર અધિકારી મોકલીને સર્વે કરાવશે કે માતા સીતાનું અપહરણ થયું હતું કે નહીં!

શિવરાજ સરકારે ૨૦૧૦માં શ્રીલંકામાં એ જગ્યાએ સીતા મંદિર બનાવવાની જાહેરાત કરી હતી જ્યાં રાવણે તેમને બંધક બનાવીને રાખ્યા હતા. તેમણે આ મંદિરના નિર્માણ માટે એક કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત પણ કરી હતી, પરંતુ ગયાં નવ વર્ષોમાં મંદિર નિર્માણ મામલે કોઈ કામ થયું નથી જેથી વર્તમાન રાજ્ય સરકાર એક અધિકારીને શ્રીલંકા મોકલવાની તૈયારીમાં છે. જોકે અધિકારી શ્રીલંકા માટે રવાના થયા તે પહેલાં જ આ મામલે રાજકારણ ગરમાયું છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે કમલનાથ સરકારના અધિકારી શ્રીલંકા જઈને સર્વે કરશે કે માતા સીતાનું અપહરણ થયું હતું કે નહીં. મિત્રો આનાથી વધારે રમૂજી વાત કઈ હશે? સમગ્ર વિશ્વ જાણે છે કે આની તપાસ કરાવવાની વાત કરીને કમલનાથ સરકારે કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

આ પણ વાંચો : દિલ્હી કોર્ટે બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા વાડ્રાને આપ્યો આદેશ

ત્યાં જ રાજ્ય સરકારના મંત્રી શર્માએ અધિકારીને શ્રીલંકા મોકલવાના સરકારના નિર્ણયની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે લોકો તેમનાં વખાણ કરે તેના માટે શિવરાજ સિંહે શ્રીલંકાની યાત્રા કરી હતી અને જ્યાં રાવણે સીતાને બંધક બનાવ્યાં હતાં ત્યાં મંદિર બનાવવાની વાત કરી હતી.

sri lanka national news