શિવપાલ યાદવે ફોન કરી માંગ્યો સમય, પ્રિયંકા ગાંધીએ કહ્યું: વ્યસ્ત છું

14 February, 2019 06:30 PM IST  | 

શિવપાલ યાદવે ફોન કરી માંગ્યો સમય, પ્રિયંકા ગાંધીએ કહ્યું: વ્યસ્ત છું

શિવપાલને મિટીંગ માટે ના

કોંગ્રેસ મહાસચિવની જવાબદારી સંભાળ્યા પછી પ્રિયંકા ગાંધી સંગઠનને મજબૂત કરવાની મહેનત કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી નાના દળ સાથે ગઠબંધનની સંભાવનાઓ માટે પ્રયત્ન કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીના ખાસ વ્યક્તિએ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના શિવપાલ યાદવ સાથે મુલાકાત કરી હતી. શિવપાલ યાદવે પણ પ્રિયંકા ગાંધી સાથે ફોન પર સમય માંગ્યો હતો. જો કે પ્રિયંકા ગાંધીએ સમયના અભાવે શિવપાલ યાદવને મળવાની ના પાડી દીધી હતી.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, તે કોંગ્રેસના નેતા સાથે સતત ચાલી રહેલી મીટિંગના કારણે શિવપાલ યાદવને મળી શકે તેમ નથી. શિવપાલેે સમાજવાદી પાર્ટીથી અલગ થયા પછી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીની રચના કરી હતી. શિવપાલ યાદવે લોકસભાની 80 સીટો પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે.

ઉલ્લેખનીય છે કે, શિવપાલની કોંગ્રેસ પ્રવક્તા સાથે વાતચીત બાદ અનુમાન લગાવી શકાય છે કે તે કોંગ્રેસ ગઠબંધનમાં જોડાઈ શકે છે. જો કે પ્રિયંકા ગાંધીએ તેમને મળવા માટે સમય પણ ફાળવ્યો નથી.

priyanka gandhi Election 2019