શશિ થરૂરે વેલેન્ટાઈન ડે પર પ્રેમી પંખીડાને આપી સલાહ, તો મળ્યો આવો જવાબ

14 February, 2019 02:05 PM IST  | 

શશિ થરૂરે વેલેન્ટાઈન ડે પર પ્રેમી પંખીડાને આપી સલાહ, તો મળ્યો આવો જવાબ

વેલેન્ટાઈન-ડેને ગણાવ્યો કામદેવનો દિવસ

આજે સમગ્ર દુનિયામાં વેલેન્ટાઈન-ડે ઉજવાઈ રહ્યો છે. એકતરફ પ્રેમી પંખીડાઓ પ્રેમના દિવસને ઉજવી રહ્યા છે. તો બીજી તરફ બજરંગ દળ જેવા સંગઠનો સંસ્કૃતિ સાચવવાની વાતો કરી રહ્યા છે. જો કે વેલેન્ટાઈન ડે પર રાજકીય રંગ પણ ચડી ચૂક્યો છે. કોંગ્રેસના અગ્રણી નેતા શશિ થરૂરે વેલેન્ટાઈન ડેને લઈ સંઘ પર પ્રહાર કર્યા હતા. જો કે શશિ થરૂરના નિવેદન વિવાદ થઈ શકે છે.

ગણાવ્યો કામદેવનો દિવસ

શશિ થરુરે વેલેન્ટાઈન-ડેને કામદેવ દિવસ ગણાવ્યો છે. વેલેન્ટાઈન-ડેના દિવસે શશિ થરૂરે પ્રેમી પંખીડાઓને સંબોધતા ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં શશિ થરુરે લખ્યું હતું કે, હેપ્પી વેલેન્ટાઈન-ડે, જો સંઘનું ટોળુ તમને તમારા મિત્ર સાથે બહાર હોવાથી ધમકીઓ આપે તો કહેજો કે, તમે કામદેવની પ્રાચીન ભારતીય પરંપરા સેલિબ્રેટ કરી રહ્યાં છો. આ ટ્વિટ સાથે એક તસવીર પણ શેર કરી હતી.

શશિ થરૂરના ટ્વિટ પર નકવીનો કટાક્ષ

જો કે શશિ થરૂરના આ ટ્વિટ પર ભાજપ આક્રમક બન્યું છે. ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ શશિ થરૂરને લવગુરુ ગણાવી દીધા. નકવીએ કહ્યું હતું કે, શશિ થરુર ભાઈ તો લવગુરુ છે, જો કોઈ વેલેન્ટાઈન-ડેનો વિરોધ કરશે તો એ શશિ થરુરનો વિરોધ કરશે.'

 

આ પણ વાંચો: દિલ્હી Vs. કેન્દ્ર સરકાર વિવાદ: SCના જજ એકમત નહીં, કેસ મોટી બેંચ પાસે ગયો

 

ઉલ્લેખનીય છે કે દેશભરમાં પ્રેમીઓ આ દિવસની ઉજવણી કરે છે. જો કે બજરંગ દળ જેવા સંગઠનો ક્યારેક આવા પ્રેમી પંખીડાઓને પરંપરા અને સંસ્કૃતિના નામે નિશાન બનાવતા જોવા મળે છે.

shashi tharoor