શરદ પવારને પૌત્ર રોહિતનું આહ્વાન, ચૂંટણી ન લડવાનો નિર્ણય બદલો

13 March, 2019 12:05 PM IST  | 

શરદ પવારને પૌત્ર રોહિતનું આહ્વાન, ચૂંટણી ન લડવાનો નિર્ણય બદલો

એનસીપીના અધ્યક્ષ શરદ પવાર

છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાએ જોર પકડ્યું હતું કે શરદ પવાર માઢામાંથી ચૂંટણી લડશે, પણ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતાં સોમવારે શરદ પવારે એવી ઘોષણા કરી હતી કે ‘એક જ ઘરમાંથી બે વ્યક્તિઓ ચૂંટણી લડી રહી છે એમાં હવે ત્રીજો નથી જોઈતો. એથી હું પોતે ચૂંટણીમાં ઊભો નથી રહેતો અને નવી પેઢીને ચૂંટણી લડવાની તક આપીશ.’

શરદ પવારની આ જાહેરાતથી નિરાશ થઈ તેમના પૌત્ર રોહિત પવારે કાર્યકર્તાઓની લાગણી ધ્યાનમાં રાખી ચૂંટણીમાં ઊભા રહેવાનું આહ્વાન કર્યું છે.

આ પણ વાંચોઃ શરદ પવારનો યુ-ટર્ન : હવે માઢામાંથી લોકસભાની ચૂંટણી લડશે નહીં

રાજકારણમાં મોટા-મોટા લોકો સાહેબ (શરદ પવાર)ના રાજકારણનું ગૌરવ કરે છે એમ જણાવતાં રોહિત પવારે કહ્યું હતું કે ‘સર્વસામાન્ય લોકો શું કહે છે એની પર તેઓ કાયમ ધ્યાન રાખતા હતા જેના કારણે જ બાવન વર્ષ માત્ર રાજકારણમાં જ નહીં, પણ સમાજકારણમાં આ જ એક વ્યક્તિ અમારા માટે ઊભી રહી છે.’

sharad pawar Election 2019 Loksabha 2019