શરદ પવારનો યુ-ટર્ન : હવે માઢામાંથી લોકસભાની ચૂંટણી લડશે નહીં

12 March, 2019 11:32 AM IST  | 

શરદ પવારનો યુ-ટર્ન : હવે માઢામાંથી લોકસભાની ચૂંટણી લડશે નહીં

શરદ પવાર

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે એવી સ્પષ્ટતા કરી છે કે આગામી લોકસભાની ચૂંટણી માઢામાંથી લડશે નહીં. તાજેતરમાં એવી ચર્ચા હતી કે શરદ પવાર વિજયસિંહ મોહિતે-પાટીલને હટાવી જાતે માઢામાંથી ચૂંટણી લડશે.

મને ઘણા લોકોએ આગ્રહ કર્યો કે હું માઢામાંથી ચૂંટણી લડું એમ જણાવતાં શરદ પવારે કહ્યું હતું કે ‘જોકે હજી મેં કોઈ ઉમેદવારી નોંધાવી નથી. મારા કાર્યકાળમાં મેં ૧૪ ચૂંટણીઓ લડી છે તો તમને લાગે છે કે ૧૫મી ચૂંટણી મને રોકી શકે છે?’

આ પણ વાંચો : બાલાકોટ સ્ટ્રાઇકની સચ્ચાઈ : ટ્રેઇનિંગ કૅમ્પમાં ૨૬૩ આતંકવાદીઓ હાજર હતા

શરદ પવારના ભત્રીજાના દીકરા પાર્થ પવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવા બાબતે ચાલી રહેલી ચર્ચા પર ટિપ્પણી કરતાં શરદ પવારે કહ્યું હતું કે ઘણા લોકો મને પાર્થની માવળથી ઉમેદવારી વિશે પણ પ્રશ્ન પૂછી રહ્યા છે.

sharad pawar national news Lok Sabha