પ્રતિબંધ હોવા છતાં અલગાવવાદી નેતા સૈયદ ગિલાનીનું ઇન્ટરનેટ ચાલતું રહ્યું

20 August, 2019 11:48 AM IST  |  શ્રીનગર

પ્રતિબંધ હોવા છતાં અલગાવવાદી નેતા સૈયદ ગિલાનીનું ઇન્ટરનેટ ચાલતું રહ્યું

સૈયદ ગિલાની

જમ્મુ-કાશ્મીરમાં કલમ-૧૪૪ લાગુ પડી અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ હોવા છતાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ ટ્‌વીટ કર્યાના મામલે બીએસએનએલના બે અધિકારીઓ પર ઍક્શન લેવામાં આવી છે. ગિલાનીને સંચાર સેવા પર રોક હોવા છતાં ઇન્ટરનેટ ઍક્સેસ આપવાને મામલે બીએસએનએલના બે અધિકારી ઘેરાયેલા છે.

જમ્મુ-કાશ્મીરથી કલમ-૩૭૦ હટાવવાને પગલે સરકારે સુરક્ષાના પગલે ખીણમાં ઇન્ટરનેટ અને ફોન સેવા બંધ કરી દીધી હતી. આ સુવિધા પર ૪ ઑગસ્ટથી રોક લગાવી હતી, પરંતુ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની પાસે ૮ દિવસ સુધી લૅન્ડલાઇન અને ઇન્ટરનેટ સર્વિસ ચાલુ હતી.

આ પણ વાંચો : ચંદ્રની કક્ષામાં દાખલ થયું Chandrayaan 2, મુશ્કેલ તબક્કો પડ્યો પાર

સૂત્રોએ જણાવ્યા અનુસાર અધિકારીઓને એ પણ ખબર નથી કે ગિલાની કાશ્મીરમાં ઇન્ટરનેટ ઍક્સેસ કરી રહ્યા છે કે નહીં. તેમણે પોતાના અકાઉન્ટથી ટ્‌વીટ કર્યું હતું. આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી કે ગિલાની કેવી રીતે ઇન્ટરનેટ અને લૅન્ડલાઇન સુવિધા મેળવવામાં સક્ષમ હતા. બીએસએનએલએ આ સંબંધમાં બે અધિકારીઓ પર ઍક્શન લીધી છે. અધિકારીઓના લૂપહોલ્સ વિશે જાણવા ગિલાનીની સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી.

national news srinagar