UPમાં મહાગઠબંધનમાંથી કોંગ્રેસની બાદબાકીના સમાચારનું SPએ કર્યું ખંડન

19 December, 2018 08:08 PM IST  |  Lucknow, Uttar Pradesh

UPમાં મહાગઠબંધનમાંથી કોંગ્રેસની બાદબાકીના સમાચારનું SPએ કર્યું ખંડન

અખિલેશ યાદવ અને માયાવતી (ફાઇલ ફોટ)

આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)નું ગઠબંધન નક્કી થવા અને કોંગ્રેસને બહાર રાખવાના સમાચારોનું એસપીએ ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે ગઠબંધન હજુ ફાઇનલ નથી થયું.

હકીકતમાં સપા અને બસપાની વચ્ચે ગઠબંધન નક્કી થવા અંગે અને સીટ્સની વહેંચણીના આંકડા લીક થયા પછી ગઠબંધનને લઈને અચાનક રાજકીય અફડાતફડી મચી ગઈ. સમાજવાદી પાર્ટીએ આ મામલે પૂર્ણવિરામ મૂકવાની કોશિશ કરી છે. લખનઉમાં પાર્ટીના પ્રવક્તા સુનીલ સાજને કહ્યું કે કોંગ્રેસ ગઠબંધનનો હિસ્સો હશે કે નહીં તે અંગે હાલ કશું પણ નક્કી થયું નથી અને તેનો અંતિમ નિર્ણય અખિલેશ યાદવ જ લેશે.

બીજી બાજુ દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના મોટા નેતા રામગોપાલ યાદવે પણ ગઠબંધનમાંથી કોંગ્રેસને બહાર રાખવાની ખબરોનું ખંડન કર્યું અને કહ્યું કે હજુ કશુંપણ નક્કી થયું નથી.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા બંને કોંગ્રેસને અલગ લડતી જોવા માંગે છે, જેથી બીજેપીના વોટ્સ વહેંચાઈ જાય. ગઠબંધન પછી કોંગ્રેસના અલગ લડવાનો ફાયદો પણ ગોરખપુર અને ફૂલપુરમાં આ બંને પાર્ટીઓને મળી ચૂક્યો છે. પરિણામે પાર્ટી સૂત્રો એવું જણાવે છે કે બંને પાર્ટીઓ કોંગ્રેસ માટે અમેઠી અને રાયબરેલી સીટ્સ છોડી દેવા માંગે છે, જ્યારે બાકીની સીટ્સ પર સપા, બસપા અને આરએલડીનું ગઠબંધન રહેશે.

akhilesh yadav mayawati rahul gandhi uttar pradesh