સચિન પાઇલટ જો મુખ્ય પ્રધાન હોત તો પરિણામ બીજું જ હોત: કૉંગ્રેસ ધારાસભ્ય

06 June, 2019 01:14 PM IST  |  જયપુર

સચિન પાઇલટ જો મુખ્ય પ્રધાન હોત તો પરિણામ બીજું જ હોત: કૉંગ્રેસ ધારાસભ્ય

સચિન પાઇલટ

રાજસ્થાનમાં કૉંગ્રેસનો આંતરિક વિખવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રાજસ્થાનમાં બે જૂથમાં વહેંચાયેલા કૉંગ્રેસના ધારાસભ્યએ હવે ખૂલીને નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટનો પક્ષ લીધો છે. તેમનું કહેવું છે કે જો રાજસ્થાનના મુખ્ય પ્રધાન સચિન પાઇલટ હોત તો લોકસભામાં પરિણામ બીજું જ હોત. રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ૨૫માંથી એક પણ સીટ પર જીત મળી નથી.

રાજસ્થાનમાં સત્તાધારી પક્ષ કૉંગ્રેસના એક ધારાસભ્યએ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની હારની જવાબદારી મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે લેવી જોઈએ. આ સાથે જ ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાએ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટને મુખ્ય પ્રધાન બનાવવાની માગણી કરી છે. ટોડાભીમ સીટ પરથી કૉંગ્રેસના ધારાસભ્ય મીણાએ અહીં પાર્ટીના પ્રદેશ હેડક્વૉર્ટરમાં કહ્યું કે જ્યારે પાર્ટી સત્તામાં હોય છે તો હારની જવાબદારી મુખ્ય પ્રધાનની હોય છે અને જો પાર્ટી વિપક્ષમાં હોય તો એ જવાબદારી પાર્ટી-અધ્યક્ષની હોય છે.

તેમણે કહ્યું કે સચિન પાઇલટને મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ અને એ મારો વ્યક્તિગત મત છે. તેમણે કહ્યું કે તેઓ આ વાત પહેલાં પણ કહી ચૂક્યા છે, કારણ કે પાર્ટી વિધાનસભાની ચૂંટણી તેમને કારણે જ જીતી છે.

આ પણ વાંચો : ગુમ થયેલા ઍરક્રાફ્ટને શોધવા માટે 4 પર્વતારોહકો અને વાયુસેનાના 5 જવાન જોડાયા

નોંધનીય છે કે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે હાલમાં જ પ્રદેશાધ્યક્ષ સચિન પાઇલટે ઓછામાં ઓછું જોધપુર સીટ પર પાર્ટીની હારની જવાબદારી લેવી જોઈએ એમ કહ્યું હતું.

national news rajasthan