શીલા દિક્ષીત દિલ્હીના લોખંડી નેતાની રાજકીય ઉદયની અસ્ત સુધીની કહાની

20 July, 2019 05:16 PM IST  | 

શીલા દિક્ષીત દિલ્હીના લોખંડી નેતાની રાજકીય ઉદયની અસ્ત સુધીની કહાની

દિલ્હીમાં વિકાસના નવા યૂગની શરૂઆત કરનારી પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષીતનું નિધન થઈ ગયુંછે. દિલ્હીના એસ્કોર્ટ હોસ્પિટલમાં 81 વર્ષે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શીલા દિક્ષીતના નિધન પર મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. શીલા દિક્ષીતે 3:15 વાગ્યે કાર્ડિયક અરેસ્ટ થયું હતું ત્યારબાદ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે 3:55 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

શીલા દિક્ષીતનું જીવન ઘણા રાજ્યોમાં વિત્યું હતું. તેમનો જન્મ પંજાબના કપૂરથલામાં જન્મ થયો હતો જ્યારે તેમનું ભણતર દિલ્હીમાં થયું હતું. દિલ્હીના જીસસ એન્ડ મેરી સ્કૂલમાં તેમણે શરૂઆતી શિક્ષણ મેળવ્યું હતું. ત્યાર હાદ મિરાંડા હાઉસમાં માસ્ટર્સ ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. શીલા દિક્ષીતે ઉમરના શરૂઆતી પડાવમાં જ રાજકારણમાં રસ દાખવ્યો હતો. શીલા દિક્ષીતના લગ્ન ઉન્નાવના કોન્ગ્રેસ નેતા ઉમાશંકર દિક્ષીતના IAS પુત્ર વિનોદ દિક્ષીત સાથે થયા હતાં. શીલી દિક્ષીતને 'યુપીની વહૂ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

શીલા દિક્ષીતે રાજકારણ તેમના સસરા પાસેથી શીખ્યું હતું ઉમાશંકર દિક્ષીત કાનપૂર કોન્ગ્રેસના સચિવ રહ્યાં હતા. ઉમાશંકર દિક્ષીત સાથે સાથે શીલા દિક્ષીત રાજકારણનું ઉંડાણ શીખ્યા હતા અને તેમની સાથે શીલા દિક્ષીત કોન્ગ્રેસના દિગ્ગજ નેતાઓમાં સામેલ થઈ ગયા. શીલા દિક્ષીતે 1991માં ઉમાશંકરના નિધન પછી રાજકારણમાં તેમની વિરાસત સંભાળી હતી.

આ પણ વાંચો: https://www.gujaratimidday.com/news/articles/delhi-ex-cheif-minister-sheila-dixit-passed-away-100464

પોતાના પ્રભાવના કારણે શીલા દિક્ષીત ગાંધી પરિવાર સાથે હળી મળી ગયા હતાં. સૌથી પહેલીવાર 1984મા કન્નોજ લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને સંસદ બન્યા હતા. રાજીવ ગાંધીના નિધન પછી સોનિયા ગાંધીએ શીલા દિક્ષીત પર વિશ્વાસ દર્શાવ્યો હતો અને તેની પર તે ખરા ઉતર્યા હતા. 1998માં દિલ્હીની ગાદી સંભાવ્યા પછી શીલા દિક્ષીત આજ સુધી રોકાયા નથી. શીલા દિક્ષીત 3 વાર મુખ્ય પ્રધાન રહ્યાં ત્યારબાદ રાજ્યપાલ પણ રહ્યાં. 

sheila dikshit