સેનામાં મહિલાઓ માટે કમાન્ડ પોસ્ટ તથા સ્થાયી કમિશનને મંજૂરી, SCનો નિર્ણય

17 February, 2020 07:26 PM IST  |  Mumbai Desk

સેનામાં મહિલાઓ માટે કમાન્ડ પોસ્ટ તથા સ્થાયી કમિશનને મંજૂરી, SCનો નિર્ણય

સેનામાં મહિલાઓના સ્થાયી કમિશન પર સોમવારે સુપ્રીમ કોર્ટે સહેમતિ આપી દીધી છે સાથે જ કમાન્ડ પોસ્ટ માટે પણ મહિલાઓને યોગ્ય કહ્યા છે. કોર્ટે આ માટે સમય પણ નક્કી કરી લીધો છે. કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો છે કે ત્રણ મહિનાની અંદર મહિલઓ માટે સેનામાં સ્થાયી કમીશનનું ગઠન કરવામાં આવે.

તાન્યા શેરગિલ તેમજ કેપ્ટન મધુમિતાનો ઉલ્લેખ
જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ સિંહે કહ્યું કે મહિલાઓને સ્થાયી કમિશનથી નકારવાનો કોઇ કારણ જ નથી. તેમણે તાન્યા શેરગિલ અને કેપ્ટન મધુમિતા જેવી અગ્રણી મહિલા અધિકારીઓના નામ પણ ગણાવ્યા. કોર્ટે લેહ, ઉધમનગરમાં કમાન્ડર મહિલા અધિકારીઓનો પણ ઉલ્લેખ કર્યો. સાથે જ કમાન્ડ પોસ્ટ માટે પણ મહિલાઓને યોગ્ય ગણાવ્યું.

મહિલાઓને લઈને માનસિકતા બદલવાની જરૂર: કોર્ટ
દિલ્હી હાઇકોર્ટ તરફથી પહેલા જ હું મહિલાઓના પક્ષમાં નિર્ણય થઈ ચૂક્યો હતો જેને સુપ્રીમ કોર્ટે જાળવી રાખતાં પોતાનો નિર્ણય સંભળાવ્યો. કોર્ટે કહ્યું, "મહિલાઓને લઈને માનસિકતા બદલવી પડશે અને સેનામાં સાચ્ચી સમાનતા લાવવી પડશે. પુરુષો સાથે મહિલાઓ ખભે ખભો મેળવીને કામ કરે છે."

કમાન્ડ પોસ્ટ યોગ્ય છે મહિલાઓ
કેન્દ્રનો તર્ક હતો કે સેનામાં 'કમાન્ડ પોસ્ટ'ની જવાબદારી મહિલાઓને ન આપી શકાય. કમાન્ડ પોસ્ટનો અર્થ કોઇક સેન્ય ટુકડીની કમાન સંભાળવી અને તેનું નેતૃત્વ કરવું. કોર્ટે કહ્યું કે કમાન્ડ પોસ્ટ પર મહિલાઓના આવવાને અટકાવવું સમાનતા વિરુદ્ધ છે. કોર્ટે આગળ કહ્યું કે મહિલાઓને સમાન તક ન આપવી અસ્વીકાર્ય અને હેરાન કરવા જેવું છે.

પ્રગતિશીલ નિર્ણય
સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે, સેનામાં સામેલ બધી જ મહિલા અધિકારી સ્થાયી કમિશનને યોગ્ય છે પછી તેમની સર્વિસને કેટલાય વર્ષ કેમ ન થયા હોય. આ બાબતે લેફ્ટનન્ટ કર્નલ સીમા સિંહે કહ્યું કે, "આ એક પ્રગતિશીલ નિર્ણય છે. આ નિર્ણય બાદ સેનામાં મહિલાઓને એખ સારું કરિઅર મળશે."

આ પણ વાંચો : જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

2010માં હાઇકોર્ટનો હતો નિર્ણય
હકીકતે, 2010ના માર્ચમાં હાઇકોર્ટે સેનામાં આવનારી મહિલાઓની 14 વર્ષની સર્વિસ પૂરી થયા પછી પુરુષોની જેમ સ્થાયી કમિશન આપવાનો આદેશ આફ્યો હતો. આ આદેશ શૉર્ટ સર્વિસ કમીશન હેઠળ આપવામાં આવ્યો હતો. જણાવીએ કે રક્ષા મંત્રાલયે આ બાબકે કોર્ટ સામે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. કોર્ટે મંત્રાલયની અપીલને સુનાવણી માટે સ્વીકાર કર્યો, પણ હાઇકોર્ટના નિર્ણયને અટકાવ્યો નહીં. ઉલ્લેખનીય છે કે સુનાવણી દરમિયાન કોર્ટનો રવૈયો મહિલા અધિકારીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ રહ્યો.

national news supreme court