રોબર્ટ વાડ્રાને 11 અધિકારીઓએ 9 કલાકમાં પૂછ્યા 55 સવાલ, આજે ફરી પૂછપરછ

13 February, 2019 07:26 AM IST  |  જયપુર

રોબર્ટ વાડ્રાને 11 અધિકારીઓએ 9 કલાકમાં પૂછ્યા 55 સવાલ, આજે ફરી પૂછપરછ

રોબર્ટ વાડ્રા અને માતા મૌરીન વાડ્રા

બિકાનેર ફાયરિંગ રેન્જમાં જમીન કૌભાંડ મામલે રોબર્ટ વાડ્રાની ઈડીએ 9 કલાક સુધી પૂછપરછ કરી. જયપુરમાં થયેલી પૂછપરછ દરમિયાન વાડ્રાના માતા મૌરીન વાડ્રાને પણ સવાલ કરાયા. આ દરમિયાન બંનેએ પોતાની જાતને સાચા સાબિત કરવાની કોશિશ કરી. દિલ્હી અને જયપુરના 11 અધિકારીઓએ લગભગ વાડ્રાને 55 સવાલો પૂછ્યા.

આજે ફરી પૂછપરછ

ઈડીના અધિકારીઓએ વાડ્રાને આજે ફરી પૂછપરછ માટે બોલાવ્યા છે. વાડ્રાએ ગઈકાલની પૂછપરછમાં અધિકારીઓને કહ્યું તેમની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડના અધિકારીઓએ દસ્તાવેજ જોયા બાદ જ જમીન ખરીદી હતી. તેમને નહોતી ખબર કે વચેટિયાઓએ મહેસૂલ વિભાગ સાથે મળીને બોગસ દસ્તાવેજ બનાવ્યા છે. તેમણે જમીન અંગેના કેટલાક દસ્તાવેજ પણ રજૂ કર્યા. જડો કે ઈડીના અધિકારીઓને વાડ્રાના જવાબથી સંતોષ નહોતો થયો.

મૌરીન વાડ્રાની 2 કલાક પૂછપરછ

વાડ્રાના માતાની પણ 2 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. તો રોબર્ટ વાડ્રાને પહેલા સતત 3 કલાક સવાલ પૂછાયા. બાદમાં 1 કલાક સુધી લંચ બ્રેક અપાયો અને પછી સતત 5 કલાક વધુ પૂછપરછ કરાઈ. ઉલ્લેખનીય છે કે વાડ્રા પર તેમની કંપનીએ 2012માં બિકાનેરના કોલાયતમાં 79 લાખમાં 275 વીઘા જમીન ખરીદી ત્રણ વર્ષ બાદ 5.15 કરોડમાં એલેજેની ફિનલીઝને વેચી હોવાનો આરોપ છે.

આ દરમિયાન ઈડીએ આ જ કેસમાં રોબર્ટ વાડ્રાના નજીકના ગણાતા મહેશ નાગરના ફરીદાબાદના ઠેકાણાઓ પર દરોડા કર્યા. ઈડી કહેવું છે કે દરોડા દરમિયાન વાડ્રાની કંપનીએ જે જમીન ખરીદી હતી તે મહેશ નાગર દ્વારા ખરીદાઈ હતી અને જમીન તેના ડ્રાઈવર અશોક કુમારના નામે પાવર ઓફ એટર્ની દ્વારા લેવાઈ હતી.

આ પણ વાંચોઃ લંચ પછી પણ ચાલુ છે વાડ્રાની પૂછપરછ, આ પહેલા 3 કલાક સુધી થઈ ઇન્ક્વાયરી

પતિ-સાસુને ઈડી ઓફિસ મૂકવા આવ્યા પ્રિયંકા઼

તો જયપુરમાં પણ પ્રિયંકા ગાંધી ઈડીની ઓફિસ પહોંચ્યા હતા. પતિ રોબર્ટ વાડ્રા અને સાસુ મૌરીન વાડ્રાને પૂછપરછ માટે પ્રિયંકા ગાંધી ઈડી ઓફિસ મૂકવા પહોંચ્યા હતા.

robert vadra national news priyanka gandhi