મની-લૉન્ડરિંગના મામલે રૉબર્ટ વાડ્રાને દિલ્હી હાઈ કોર્ટે મોકલી નોટિસ

28 May, 2019 11:28 AM IST  |  નવી દિલ્હી

મની-લૉન્ડરિંગના મામલે રૉબર્ટ વાડ્રાને દિલ્હી હાઈ કોર્ટે મોકલી નોટિસ

રૉબર્ટ વાડ્રા

કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાને દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે નોટિસ મોકલી છે. આ નોટિસ મની-લૉન્ડરિંગ મામલે જમાનત રદ કરવાના મામલાને લઈને છે. પ્રવર્તન નિર્દેશાલયે મની-લૉન્ડરિંગ મામલામાં દિલ્હી હાઈ કોર્ટમાં અપીલ દાખલ કરી રૉબર્ટ વાડ્રાની જમાનત રદ કરવાની માગણી કરી હતી. પ્રવર્તન નિર્દેશાલયે નીચલી કોર્ટે આપેલી જમાનતના નિર્ણયને પડકાર્યો છે.

એ મામલે આગામી સુનાવણી ૧૭ જુલાઈએ નિર્ધારિત કરવામાં આવી છે. દિલ્હી હાઈ કોર્ટે વાડ્રાના નજીકના સહયોગી મનોજ અરોરાની અિગ્રમ જમાનત રદ કરવાના ઈડીની અરજી પર તેમની પાસે જવાબ માગ્યો છે. હાઈ કોર્ટ પહોંચેલી ઈડીનો આક્ષેપ છે કે ‘મની-લૉન્ડરિંગ સાથે જોડાયેલા મામલામાં રૉબર્ટ વાડ્રા તપાસમાં સહયોગ કરી રહ્યા નથી અને તેઓ એજન્સીના એક પણ સવાલનો જવાબ આપી રહ્યા નથી. અત્યાર સુધીમાં રૉબર્ટ વાડ્રા સાથે ઈડીએ ૫૮ કલાક પૂછપરછ કરી ચૂકી છે.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં હાજર રહેશે BIMSTEC દેશોના અધ્યક્ષો

ઈડીના અધિકારીનું કહેવું છે કે રૉબર્ટ વાડ્રા જાણે છે કે તેમની ધરપકડ થઈ શકે નહીં એથી તેઓ કોઈ પણ સવાલનો જવાબ આપી રહ્યા નથી જેથી તેમની જમાનત ફગાવવી જરૂરી છે અને ઈડી તેમની ધરપકડ કરીને પૂછપરછ કરવા માગે છે.’

robert vadra national news