જાણો EDની પૂછપરછમાં રોબર્ટ વાડ્રાએ શું કહ્યું

10 February, 2019 02:38 PM IST  | 

જાણો EDની પૂછપરછમાં રોબર્ટ વાડ્રાએ શું કહ્યું

રોબર્ટ વાડ્રા

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની ઈડી પૂછપરછ કરી રહી છે. રવિવારે પણ ઈડી દ્વારા તેમની પૂછપરછ કરાઈ રહી છે. વાડ્રા મની લોન્ડરિંગ કેસમાં આગોતરા જામીન પર છે. જો કે આ દરમિયાન રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે,'સત્યની જ જીત થશે.'

 

રોબર્ટ વાડ્રાએ રવિવારે સવારે એક ટ્વિટ કરીને કહ્યું,'હું ઠીક છું, સારો છું. જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તે માટે હું બંધાયેલો છું. સત્યની હંમેશા જીત થશે. હાલમાં દેશભરમાંથી જે મિત્રો અને સાથીદારો સમર્થન આપી રહ્યા છે, તેમનો આભાર માનું છું.'

આ પહેલા બુધવારે પણ રોબર્ટ વાડ્રાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ અંગે માહિતી આપતા તેમના વકીલ સુમન જ્યોતિ ખેતાને કોઈ પણ માહિતી આપવાની ના પાડી દીધી હતી. સાથે જ જ્યારે જ્યારે પૂછપરછ માટે બોલાવાય ત્યારે ત્યારે હાજર રહેવાની ખાતરી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે રોબર્ટ વાડ્રાને પૂછપરછ માટે બોલાવાયા ત્યારે તેમના પત્ની અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પતિને લેવા અને મૂકવા પણ આવ્યા હતા. પ્રિયંકાએ કોંગ્રેસમાં રાજકીય જવાબદારી સંભાળી ત્યારથી જ રોબર્ટ વાડ્રા પર પૂછપરછનો સકંજો કસાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ રોબર્ટ વાડ્રા નથી કરી રહ્યા તપાસમાં સહયોગ, આજે ED ફરી કરશે પૂછપરછ

લંડનમાં કથિત રીતે ઘર ખરીદવા મામલે વાડ્રા પર મની લોન્ડરિંગનો આરોપ છે. વાડ્રા હંમેશા આ આરોપોને ફગાવી ચૂક્યા છે. વાડ્રાનો આરોપ છે કે,'ભાજપ સરકારના દબાણમાં રાજકીય રીતે આ કેસ ચલાવાઈ રહ્યો છે.' ઈડીએ કોર્ટમાં વાડ્રાની લંડનમાં સંપત્તિઓ હોવાનું કહ્યું હતું, ઈડીનો દાવો છે કે લંડનમાં વાડ્રાના 6 ફ્લેટ અને 2 ઘર છે.

આ મામલે ડિસેમ્બર 2018માં વાડ્રાની કંપની સ્કાઈલાઈટ્સ હોસ્પિટાલિટી LLPમાં દરોડા કરાયા હતા. વાડ્રા અને તેમના સહયોગી મનોજ અરોરાની પૂછપરછ પણ થઈ હતી.

priyanka gandhi national news robert vadra