ગુટકા, પાન-મસાલા પર પ્રતિબંધ લાદનાર રાજસ્થાન દેશનું ત્રીજું રાજ્ય બન્યુ

03 October, 2019 09:27 AM IST  |  જયપુર

ગુટકા, પાન-મસાલા પર પ્રતિબંધ લાદનાર રાજસ્થાન દેશનું ત્રીજું રાજ્ય બન્યુ

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાન સરકારે મહાત્મા ગાંધીની ૧૫૦ જન્મજયંતીના અવસરે રાજ્યમાં મૅગ્નેશિયમ કાર્બોનેટ, નિકોટિન, તમાકુ કે મિનરલ ઑઇલયુક્ત પાનમસાલા અને ફ્લેવર્ડ સોપારીના ઉત્પાદન, વિતરણ કે વેચાણ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
રાજસ્થાન સરકારના નિવેદન મુજબ મહારાષ્ટ્ર, બિહાર પછી રાજસ્થાન દેશનું ત્રીજું એવું રાજ્ય બની ગયું છે જેણે ગુટકા કે તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ લાદ્યો છે.

રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું કે યુવાનોમાં નશાની લતને રોકવા માટે સરકારે મહત્ત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. આ પ્રકારના હાનિકારક પદાર્થોની ઓળખ સ્ટેટ સેન્ટ્રલ પબ્લિક હેલ્થ લૅબોરેટરી રાજસ્થાન દ્વારા કરવામાં આવશે.

rajasthan national news