રાહુલ ગાંધીના ઉમેદવારીપત્રકની તપાસ ટળી

21 April, 2019 08:53 AM IST  | 

રાહુલ ગાંધીના ઉમેદવારીપત્રકની તપાસ ટળી

22 એપ્રિલ સુધી આપવાનો રહેશે જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠીથી 2019 ની લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમણે આ માટે જે ઉમેદવારીપત્રક ભર્યું હતું એની તપાસ રિટર્નિંગ ઑફિસરે ૨૨ એપ્રિલ સુધી ટાળી છે. ત્યાર બાદ ભાજપે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા છે. 

ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહાએ આજે પ્રેસ-કૉન્ફરન્સ કરીને રાહુલ ગાંધી પાસે તેમની નાગરિકતા વિશે જવાબ માગ્યો છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી જણાવે કે તેઓ બ્રિટિશ નાગરિક છે કે નહીં? તેમણે આરોપ લગાવ્યો કે એક કંપનીમાં રાહુલની નાગરિકતા બ્રિટિશ નોંધાયેલી છે.

 

આ પણ વાંચો: કૉન્ગ્રેસે મત માટે 26/11ના હુમલામાં હિન્દુઓને ફસાવ્યા : વડા પ્રધાન મોદી

 

ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહાએ કહ્યું કે ‘રાહુલ ગાંધી અને તેમના વકીલ રાહુલ કૌશિક અમેઠીમાં ઉમેદવારીપત્રક પર રિટર્નિંગ ઑફિસરના ઑબ્ઝર્વેશનનો જવાબ આપી શક્યા નથી. તેમને ૨૨ એપ્રિલ સુધીનો સમય અપાયો છે. આશ્ચર્યની વાત છે કે તેમની પાસે જવાબ નહોતો. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ જવાબ આપવો પડશે.’

rahul gandhi Election 2019