રૉબર્ટ વાડ્રા સામે તપાસ કરાય તો મોદીજીને બાકાત પણ રાખવા ન જોઈએ : રાહુલ

14 March, 2019 07:08 AM IST  |  ચેન્નઈ

રૉબર્ટ વાડ્રા સામે તપાસ કરાય તો મોદીજીને બાકાત પણ રાખવા ન જોઈએ : રાહુલ

મને સર નહીં, રાહુલ કહો

ગઈ કાલે ચેન્નઈની સ્ટેલા મારિસ કૉલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમ્યાન કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કાયદાના અમલમાં ભેદભાવ ન રાખી શકાય. જો મારા બનેવી રૉબર્ટ વાડ્રા સામે તપાસ યોજી શકાતી હોય તો રાફેલ સોદા બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ તપાસ કરવી જોઈએ. તેમને શા માટે કાનૂની તપાસમાંથી બાકાત રાખવા જોઈએ? મોદી ભ્રષ્ટાચારી છે. તેમણે રાફેલ સોદામાં સમાંતર ધોરણે વાટાઘાટો ચલાવી હતી.’

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘આર્થિક વૃદ્ધિનો સીધો સંબંધ રાષ્ટ્રના મિજાજ સાથે છે. નકારાત્મક અને ભયપ્રદ વાતાવરણમાં આર્થિક વૃદ્ધિ શક્ય નથી. કૉંગ્રેસ રાષ્ટ્રનો- નાગરિકોનો મિજાજ બદલશે અને લોકોને ખુશ તથા સશક્ત બનાવશે. કૉંગ્રેસ સત્તા પર આવશે તો મહિલા આરક્ષણ ખરડો પસાર કરશે.’

આ પણ વાંચો : PM મોદીએ ટ્વિટર પર 88 લોકોને ટેગ કરી કહ્યું...

ગઈ કાલે રાહુલ ગાંધીએ ચેન્નઈની સ્ટેલા મારિસ કૉલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમ્યાન એક સ્ટુડન્ટને કહ્યું હતું કે ‘તું મને સર નહીં, પણ રાહુલ કહીને બોલાવ તો મને સહજ લાગશે.’ પરિણામે જેવું યુવતીએ રાહુલ તરીકે સંબોધન કરતાં સભાગૃહમાં બેસેલા અન્ય વિદ્યાર્થીઓએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. રાહુલ ગાંધીએ આ રીતે વિનમþતાથી ત્યાં હાજર તમામ વિદ્યાર્થીઓનાં મન જીતી લીધાં હતાં. રાહુલ આ કાર્યક્રમમાં ટી-શર્ટ અને જીન્સ પહેરીને ગયા હતા. યુવતીએ તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિચર્સને સહન કરવામાં આવતી ખરાબ આર્થિક પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો.

rahul gandhi robert vadra narendra modi