રોબર્ટ વાડ્રા નથી કરી રહ્યા તપાસમાં સહયોગ, આજે ED ફરી કરશે પૂછપરછ

09 February, 2019 12:32 PM IST  | 

રોબર્ટ વાડ્રા નથી કરી રહ્યા તપાસમાં સહયોગ, આજે ED ફરી કરશે પૂછપરછ

મની લોન્ડ્રીંગ કેસમાં રોબર્ટ વાડ્રા સામે તપાસ ચાલુ છે. શનિવારે ત્રીજા દિવસે પણ ED પૂછપરછ કરી રહી છે. EDના સૂત્રો અનુસાર રોબર્ટ વાડ્રા તપાસમાં સહયોગ કરી નથી રહ્યાં. જેના કારણે ફરી તેમને બોલાવવામાં આવ્યાં છે.

સૂત્રો અનુસાર પહેલાના દિવસોમાં કરાયેલી પૂછપરછમાં વાડ્રાએ લંડનમાં તેમની પ્રોપર્ટી હોવાનો ઈનકાર કર્યો છે. જ્યારે EDનો આરોપ છે કે વાડ્રાએ વિદેશમાં મિલકતો ખરીદવા માટે મનીલોન્ડ્રીંગના રૂપિયાનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જીજાજી રોબર્ટ વાડ્રા દિલ્હીના જામનગર ભવનમાં આવેલા EDના કાર્યાલય પહોંચ્યા. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં.

 

 

મની લોન્ડ્રીંગનો આ મામલો 19 લાખ પાઉન્ડની વિદેશમાં રહેલી અઘોષિત મિલકતનો છે. આ મિલકતો રોબર્ટ વાડ્રાની હોવાનું માનવામાં આવી રહ્યું છે. EDની તપાસ દરમિયાન મનોજ અરોડાનું નામ સામે આવ્યા પછી તેની સામે પણ મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. લંડનમાં પ્રોપર્ટી ભંડારી પાસેથી કથિત રીતે ખરીદવામાં આવી હતી જેના સમારકામ પર અલગથી ખર્ચો કર્યો હોવા છતા ખરીદેલી કિમતે 2010માં પાછી વેચાઈ ગઈ હતી. આ પહેલા પણ રોબર્ટ વાડ્રા સામે લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં વકીલોની ટીમ પણ સામેલ હતી. માનવામાં આવી રહ્યું છે કે રોબર્ટ વાડ્રાના સહયોગ ન આપવાના કારણે તેને પૂછપરછ માટે વારં વાર બોલાવવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: શારદા ચિટ ફંડ: રાજીવ કુમાર પહોંચ્યા શિલોંગની સીબીઆઈ ઓફિસ

 

રોબર્ટ વાડ્રાની કંપની સામે EDએ એક ફરીયાદ દાખલ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીએ અવૈધ રીતથી બિકાનેરના કોલાયતમાં 275 વીઘા જમીન ખરીદી હતી. આ પોપ્રર્ટી ગેરકાયદે ખરીદવાનો આરોપ છે જેમાં વચોટિયા મહેશ નાગરના ડ્રાઈવરનું નામ પણ સામેલ છે. આરોપો અનુસાર સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીમાં રોબર્ટ વાડ્રા અને તેમની માં મુરીન વાડ્રાને ડાયરેક્ટર માનવામાં આવી રહ્યાં છે.