બાલાકોટમાં કરવામાં આવેલો હુમલો સફળ રહ્યો : માર્શલ આર. જી. કે. કપૂર

01 March, 2019 08:33 AM IST  | 

બાલાકોટમાં કરવામાં આવેલો હુમલો સફળ રહ્યો : માર્શલ આર. જી. કે. કપૂર

ઍર વાઇસમાર્શલ આર. જી. કે. કપૂર

ઇન્ડિયન ઍરફોર્સે ગઈ કાલે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ભારત પાછો ફરી રહ્યાના મામલે આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ કોઈ ગુડવિલ ગેસ્ચર નથી, પરંતુ જિનીવા કરાર મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડવાની ઘોષણા બાદ ભારતીય લશ્કરના ત્રણેય પાંખના વડા વડા પ્રધાનને મળ્યા હતા. આ મીટિંગ બાદ ઍર વાઇસમાર્શલ આર. જી. કે. કપૂરે  કહ્યું હતું કે લશ્કરીદળો તૈયાર છે તેમ જ તમામ પ્રકારના સલામતીના પડકારોને પહોંચી વળવા માટે પણ તૈયાર છે.

આ પણ વાંચો : સંસદમાં ઇમરાનની જાહેરાત : પાકિસ્તાન યુદ્ધ ઇચ્છતું નથી

બન્ને દેશો વચ્ચે તંગદિલી મંગળવારે ભારતીય ઍૅરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર હુમલો કરતા ઊભી થઈ હતી. આ હુમલો જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાના વિરોધમાં કરવામાં આવ્યો છે જેમાં ૪૦ CRPF ભારતીય જવાનો માર્યા ગયા હતા. કપૂરે કહ્યું હતું કે ‘બાલાકોટમાં કરવામાં આવેલો હુમલો સફળ રહ્યો હતો. એના પુરાવાઓ ક્યારે અને કઈ રીતે બહાર પાડવા એ રાજકીય નેતાઓએ નક્કી કરવાનું છે.’

pulwama district terror attack national news indian air force indian army