અમને તમારા પર ગર્વ છે, આખો દેશ તમારી સાથે છેઃ રાહુલ ગાંધી

08 September, 2019 12:38 PM IST  |  નવી દિલ્હી

અમને તમારા પર ગર્વ છે, આખો દેશ તમારી સાથે છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

કૉન્ગ્રેસ પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે સવારે કહ્યું હતું કે અમને આપણા દેશના વિજ્ઞાનીઓ પર ગર્વ છે, આખો દેશ વિજ્ઞાનીઓ સાથે છે, હતાશ થવાની જરૂર નથી. આપણે ફરી પ્રયાસ કરીશું.

રાહુલ ગાંધીએ વિજ્ઞાનીઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે ‘કામ પ્રત્યેનું તમારું સમર્પણ દરેક ભારતીય માટે પ્રેરણાત્મક છે. તમે કરેલા કામ બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. તમારા પ્રયાસો નકામા નહીં જાય. આ કાર્યે ભારતીય અંતરિક્ષ મિશન ક્ષેત્રે બહુ ઊંડો પાયો નાખ્યો છે. આપણને અચૂક સફળતા મળશે.’

રાહુલ ગાંધીએ ટ્વિટર પર આ ઉત્સાહવર્ધક સંદેશો મૂક્યો હતો. તેમણે એમ પણ લખ્યું હતું કે આ સાહસમાં આખો દેશ તમારી સાથે છે. તમારા દરેક પ્રયાસ બદલ અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ.

આ પણ વાંચો : ટ્રાફિક નિયમ તોડીને ચાલાન નહીં ભરો તો વીમો લેતી વખતે આપવા પડશે વધુ પૈસા

કૉન્ગ્રેસના અન્ય સિનિયર નેતા અહમદ પટેલે પણ ટ્વિટર પર ઇસરોના વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યાં હતાં અને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.

rahul gandhi national news