પ્રિયંકાના પદ સંભાળતા જ સપા-બસપા ગઠબંધનમાં ખળભળાટ

07 February, 2019 05:12 PM IST  |  નવી દિલ્હી

પ્રિયંકાના પદ સંભાળતા જ સપા-બસપા ગઠબંધનમાં ખળભળાટ

ફાઇલ ફોટો

ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા સપા-બસપા ગઠબંધનથી રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. ટિકિટના દાવેદાર સપા અને બસપાની ઓફિસોમાં સતત ચક્કર લગાવી રહ્યા છે. જેમની અપેક્ષાઓ તૂટી રહી છે, તેમને તો કોંગ્રેસ સુરક્ષિત રીતે ઠેકાણે લગાવી રહી છે. સપા અને બસપાના નેતા કોંગ્રેસમાં જગ્યા શોધી રહ્યા છે.

કોંગ્રેસના નવા નિયુક્ત થયેલા મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈકાલે નવી દિલ્હીમાં પોતાનો કાર્યભાર સંભાળ્યો. આ દરમિયાન કોંગ્રેસની ઓફિસમાં તેમને મળનારાઓમાં પૂર્વ બસપા નેતાના પુત્ર પણ હતા. બસપા પ્રમુખ માયાવતીના ક્યારેક ખૂબ ખાસ રહેલા અતહર ખાનના પુત્ર સુલ્તાન અહેમદ ખાને જ્યારે ગઇકાલે પ્રિયંકા ગાંધીની મુલાકાત કરી તો બસપામાં ખળભળાટ મચી ગયો.

પ્રિયંકા ગાંધી સાથે ગઈકાલે કોંગ્રેસ ઓફિસમાં મુલાકાતની વાયરલ થઈ રહેલી તસવીરમાં જે બે વ્યક્તિઓ બેઠા છે તેમના નામ છે સલમાન અહેમદ ખાન અને સુલ્તાન અહેમદ ખાન. સુલ્તાનના પિતા અતહર ખાન ઉત્તરપ્રદેશમાં બસપાના જૂના નેતા હતા. તેઓ 32 વર્ષ સુધી બસપામાં રહ્યા. સુલ્તાન અહેમદ ખાન 24 જાન્યુઆરીના રોજ જ પિતા અતહર ખાન સાથે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા. અતહરે 12 મે, 2017ના રોજ બસપા છોડી દીધી હતી.

અતહર ખાને બસપાથી જાતે કોઈ ચૂંટણી નથી લડી પરંતુ પોતાના દીકરા સુલ્તાન અહેમદ ખાનને બહરાઈચની માટેરા વિધાનસભાથી ચૂંટણી લડાવી. અતહર ખાન આંબેડકર નગરના રહેવાસી છે અને હાલ બહરાઇચમાં રહે છે. દીકરા સુલ્તાનની પ્રિયંકા સાથે મુલાકાત પર અતહર ખાને કહ્યું કે પ્રિયંકા તેમના દીકરા સુલ્તાનને મળી એ અમારા માટે બહુ મોટી વાત છે. તેનાથી જાણ થાય છે કે પ્રિયંકા ગાંધી રૂટ લેવલના કાર્યકર્તાઓને મહત્વ આપી રહી છે.

આ પણ વાંચો: આ દેશ કોઈ એકનો નથી, તેને તોડનારા PMને હટાવી દેવા જોઈએ: રાહુલ

અતહર ખાન બસપામાં ઉત્તરાખંડ, ઝારખંડ, ગુજરાત, દિલ્હીના ઇન્ચાર્જ રહ્યા. તેની સાથે જ 2008માં લઘુમતી આયોગના વાઇસ ચેરમેન, 2009 ગન્ના શોધ પરિષદ ચેરમેન, રાજ્યમંત્રીનો દરજ્જો હતો. 2010માં અતહરને વિધાન પરિષદના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તે બસપા સરકારમાં દરજ્જો પ્રાપ્ત મંત્રી રહ્યા.

priyanka gandhi