રાહુલ ગાંધીનું UP પર ફોકસ, કહ્યું- ન્યાયવાળી સરકાર લાવવી છે

11 February, 2019 07:34 PM IST  |  લખનઉ

રાહુલ ગાંધીનું UP પર ફોકસ, કહ્યું- ન્યાયવાળી સરકાર લાવવી છે

રાહુલે પ્રેસ કોન્ફરન્સને સંબોધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના બે નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે લખનઉમાં આશરે 14 કિલોમીટરનો રોડ શૉ કર્યો. આ રોડ શૉ દરમિયાન મળેલા સમર્થનથી ગદગદ થયેલા રાહુલ ગાંધીએ ભાજપ પર જબરદસ્ત હુમલો કર્યો. રોડ શૉ દરમિયાન જનતા પાસે 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોર હૈ'ના નારા લગાવડાવ્યા પછી પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસમાં મીડિયાન સંબોધન કર્યું.

રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું કે આ દેશનું જો હૃદય છે તો તે ઉત્તરપ્રદેશ છે. તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશની સાથે જ દેશના અન્ય રાજ્યોમાં હવે અમે ફ્રન્ટફૂટ પર આવીને રમીશું. અમે ઉત્તરપ્રદેશમાં હવે ક્યાંય પણ બેકફૂટ પર નહીં રમીએ. હવે અમારે ઉત્તરપ્રદેશમાં ન્યાયની સરકાર લાવવાની છે. અમારે અહીંયા એકવાર ફરી કોંગ્રેસની સરકાર લાવીને ઉત્તરપ્રદેશને પ્રગતિ અને વિકાસના રસ્તે લઈ જવાનું છે. અહીંયા યુવાનની સાથે ખેડૂત, ગરીબ, મહિલા તથા દરેક વર્ગ બહુ પરેશાન છે. અમે ઉત્તરપ્રદેશમાં હવે કોંગ્રેસની સરકાર લાવવા માંગીએ છીએ. ઉત્તરપ્રદેશના સપનાઓને હવે પ્રિયંકા અને જ્યોતિરાદિત્ય પૂરાં કરીને તમામને બતાવશે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સરકાર જ સૌનું ભલું અને વિકાસ કરી શકે છે. કોંગ્રેસ યુપીમાં સંપૂર્ણ દમથી અને પોતાની વિચારધારા માટે લડશે.

રાફેલને લઈને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમે ચોકીદાર પાસેથી એક-એક પૈસાનો હિસાબ લઈશું. ચોકીદારે દેશ અને રાજ્યના યુવાનોને રોજગાર આપ્યો નથી. 2019માં અમે નવી વિચારધારાની લડાઈ લડીશું. અત્યારે તો એક તરફ તોડવા અને બીજી બાજુ જોડવાની વિચારધારા પર કામ થઈ રહ્યું છે. મોદીએ આટલી લૂંટ પછી પણ ખેડૂતોનું દેવું માફ નથી કર્યું.

આ પણ વાંચો: લખનઉ: પ્રિયંકાનો 14 કિમી લાંબો રોડ શૉ 5 કલાક પછી થયો ખતમ

14 કિલોમીટર લાંબા રોડ શૉ પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે એકવાર ફરી કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશના દરેક રાજ્યમાં ફ્રન્ટફૂટ પર રમશે, બેકફૂટ પર નહીં. આ વિચારધારાની લડાઈ છે. ઉત્તરપ્રદેશની જનતાએ જોઈ લીધું છે કે નરેન્દ્ર મોદીએ 5 વર્ષોમાં દેશ માટે શું કર્યું છે?

rahul gandhi lucknow priyanka gandhi