દિગ્વિજય સિંહને મંદિરમાં પ્રવેશ ન આપતાં પોસ્ટરો લાગ્યાં

20 September, 2019 10:25 AM IST  |  ભોપાલ

દિગ્વિજય સિંહને મંદિરમાં પ્રવેશ ન આપતાં પોસ્ટરો લાગ્યાં

દિગ્વિજય સિંહ

વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતા દિગ્વિજય સિંહે ‘ભગવાં વસ્ત્ર પહેરનારાઓ બળાત્કારમાં લિપ્ત રહે છે’ એવું નિવેદન કર્યાના દિવસો બાદ શહેરમાં કેટલાંક અનામી પોસ્ટર્સ લાગ્યાં હતાં જેમાં હિન્દુઓનાં ધાર્મિક સ્થળો પર તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે. મોડી રાતે ભોપાલના ચાર ઇમલી વિસ્તારમાં આવેલા પરશુરામ મંદિર સહિત શહેરનાં મંદિરોની બહાર અજાણ્યા લોકોએ લગાવેલાં આ પોસ્ટર્સ સવારમાં હટાવી દેવામાં આવ્યાં હોવાનું આ ઘટના જોનારા કેટલાક લોકોએ કહ્યું હતું.
કૉન્ગ્રેસના પીઢ નેતાના ફોટો સાથેનાં આ પોસ્ટર્સમાં લખવામાં આવ્યું હતું, ‘હિન્દુ સમાજ કી યહી પુકાર, હિન્દુવિરોધી દિગ્વિજય સિંહ કે લિએ મંદિરોં કે દરવાજે બંધ હો, બંધ હો, હિન્દુ સમાજ.’

આ પણ વાંચો : રાજનાથ સિંહે સ્વદેશી યુદ્ધવિમાન તેજસમાં ઉડાન ભરી ઇતિહાસ રચ્યો

દિગ્વિજય સિંહે મંગળવારે નિવેદન કર્યું હતું કે ‘ભગવાં વસ્ત્રો પહેરનારાઓ મંદિરોમાં બળાત્કાર કરે છે અને આ રીતે સનાતન ધર્મને બદનામ કરે છે. આવાં કામ અક્ષમ્ય છે.’ દિગ્વિજય સિંહે નામ નહોતું લીધું, પરંતુ તેમનો ઇશારો બીજેપીના નેતા સ્વામી ચિન્મયાનંદ તરફ હતો, જેમના પર ઉત્તર પ્રદેશની એક લૉની સ્ટુડન્ટે બળાત્કારનો આરોપ મૂક્યો છે અને સુપ્રીમ કોર્ટના આદેશ પર સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ એની તપાસ કરી રહી છે.

digvijaya singh national news bhopal