હવે વિદેશોમાં પણ દોડશે ભારતીય 'ટ્રેન 18'

22 May, 2019 01:10 PM IST  | 

હવે વિદેશોમાં પણ દોડશે ભારતીય 'ટ્રેન 18'

'ટ્રેન 18' નું સ્લીપર વર્ઝન હશે 'ટ્રેન 19'

ભારતમાં બનેલી પાયલટલેસ ટ્રેન 'ટ્રેન-18' હવે એક્સપોર્ટ કરવામાં આવશે. ભારતીય રેલવે દ્વારા ટ્રેન-18ને વિદેશમાં વેચવા માટે પરીયોજના આપવામાં આવી છે. હવે ભારતમાં ટ્રેન-18ના ડબ્બાઓની ડિમાન્ડ પૂરી થઈ જશે. ત્યારબાદ ટ્રેન 18ના ડબ્બાઓને વિદેશમાં પણ વેચવામાં આવશે. રેલવે બોર્ડના અધિકારીએ પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે, ટ્રેન-18ને દક્ષિણ અમેરિકી અને દક્ષિણ એશિયાઈ દેશોમાં વેચવાની યોજના બનાવવામાં આવી રહી છે.

દક્ષિણ અમેરિકાના દેશોએ ટ્રેન 18ના ડબ્બા ખરીદવામાં રસ દાખવ્યો છે

રેલવે બોર્ડના સભ્ય રાજેશ અગ્રવાલે કહ્યું હતું કે, ઈંટીગ્રલ કોચ ફેક્ટ્રીમાં ટ્રેનના 60 હજાર કરોડ ડબ્બા તૈયાર કરાઈ ચૂક્યા છે. એમણે કહ્યું હતુ કે, આઈસીએફ દ્વારા થોડા સમયમાં જ 40 ટ્રેન-18 તૈયાર કરી દેવામાં આવશે. બોર્ડના સભ્ય રાજેશ અગ્રવાલે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, કેટલાક દક્ષિણ એશિયાઈ અને કેટલાક દક્ષિણ અમેરિકી દેશોએ ટ્રેન-18ના ડબ્બાઓની ખરીદીમાં રસ દાખવ્યો હતો. ભારતીય રેલવે પહેલા ભારતમા આ ટ્રેનની જરુરીયાતો પૂરી કરશે અને ત્યારબાદ તેને એક્સપોર્ટ કરવાનો પ્લાન કરશે.

આઇસીએફ વિશ્વનું સૌથી મોટું કોચ ઉત્પાદક બન્યું

બોર્ડ મેનેજર રાજેશ અગ્રવાલ જણાવે છે કે, આઈસીએફ દ્વારા ગયા વર્ષે 2018-19માં 3,262 કોચ જ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ આઈસીએફ વિશ્વનું સૌથી મોટું કોચ ઉત્પાદક બન્યું. જે આપણા માટે ગર્વની વાત છે. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, આઇસીએફ આગામી વર્ષે લગભગ 4,000 કોચનું નિર્માણ કરાવવું છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી સામેનો 5,000 કરોડનો માનહાની કેસ અનિલ અંબાણીએ પાછો ખેંચ્યો

'ટ્રેન 18' નું સ્લીપર વર્ઝન હશે 'ટ્રેન 19'

રાજેશ અગ્રવાલે પણ જણાવ્યું હતું કે, 'આઈસીએફમાં 'ટ્રેન 19'નું સ્લીપર વર્ઝન ડિઝાઇન, ડેવલપમેન્ટ અને નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેકટ પણ આ વર્ષે પૂર્ણ થશે. ભારતીય રેલવે દ્વારા નિર્માણ એકમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે આશરે 2,500 કરોડ રુપિયાની યોજનાઓ પર કામ કરવાની યોજના તૈયાર કરાઈ છે.'

national news