પે-ટીએમ યુઝર્સને ફટકો, હવે ફન્ડ ટ્રાન્સફર પર લાગશે ચાર્જ

09 January, 2020 03:09 PM IST  |  New Delhi

પે-ટીએમ યુઝર્સને ફટકો, હવે ફન્ડ ટ્રાન્સફર પર લાગશે ચાર્જ

પે-ટીએમ

નવા વર્ષમાં પેટીએમ યુઝર્સને ક્રેડિટ કાર્ડથી ઈ-વૉલેટમાં પૈસા લોડ કરવા મોંઘા પડવા જઈ રહ્યા છે. પેટીએમ યુઝર્સ પોતાના ઈ-વૉલેટમાં ક્રેડિટ કાર્ડથી ૧ મહિનામાં ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમ નાખે છે, તો તેમને ૨ ટકાના ચાર્જની ચુકવણી કરવી પડશે. કંપનીએ નવી પૉલિસીમાં આ જાણકારી આપી છે. ડેબિટ કાર્ડ અને યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસથી વૉલેટ ટૉપ-અપ માટે જોકે મફત રહેશે. આ મામલે જાણકારી ધરાવનાર લોકોનું કહેવું છે કે કંપનીએ આ નિર્ણય આ પ્રકારના ટ્રાન્ઝેક્‍શન્સ પર થતાં ખર્ચને બચાવવા માટે કર્યો છે.

national news