ગોવા સરકાર લગ્નના રજિસ્ટ્રેશન પહેલાં HIV ટેસ્ટ ફરજિયાત કરવાની તૈયારીમાં

10 July, 2019 11:54 AM IST  |  પણજી

ગોવા સરકાર લગ્નના રજિસ્ટ્રેશન પહેલાં HIV ટેસ્ટ ફરજિયાત કરવાની તૈયારીમાં

પ્રતીકાત્મક તસવીર

ગોવાના સ્વાસ્થ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ ગઈ કાલે કહ્યું કે તટીય રાજ્યની સરકાર વિવાહના રજિસ્ટ્રેશનથી પહેલાં એચઆઇવી ટેસ્ટ ફરજિયાત કરવા પર વિચાર કરી રહી છે. રાણેએ આઇએએનએસને જણાવ્યું કે ‘અમે ગોવામાં મેરેજના રજિસ્ટ્રેશનથી પહેલાં ભાવિ દંપતી માટે એચઆઇવી ટેસ્ટ ફરજિયાત કરવા પર વિચાર કરી રહ્યા છીએ. તે અત્યારે ફરજિયાત નથી.’

રાણે, જેઓ કાયદા પ્રધાન પણ છે. તેમણે કહ્યું કે મેરેજ પહેલાં એચઆઇવી ટેસ્ટ ફરજિયાત બનાવવાના પ્રસ્તાવ પર કાયદા વિભાગ દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે. રાણેએ કહ્યું, ‘જો એને મંજૂરી આપી દેવામાં આવે તો અમે રાજ્ય વિધાનસભાના મૉન્સૂન સત્રમાં કાયદો બનાવીશું. મૉન્સૂન સત્ર ૧૫ જુલાઈથી શરૂ થશે.

આ પણ વાંચો : ઝીરો ટોલરન્સ પૉલિસીથી ઘુસણખોરીમાં 43 ટકા ઘટાડો: સરકાર

૨૦૦૬માં તત્કાલીન સ્વાસ્થ્ય પ્રધાન દયાનંદ નારવેકરે એક પ્રસ્તાવ રાખ્યો હતો જેમાં ગોવા કૅબિનેટે મેરેજ પહેલાં એચઆઇવી પરિક્ષણને ફરજિયાત કરવાના કાયદાને મંજૂરી આપી હતી, પરંતુ પહેલ વધતી ન હતી.

goa panaji national news