પુલવામા હુમલા પછી એકલું પડ્યું પાક., જાપાન પાસેથી મળ્યો આવો જવાબ

28 February, 2019 02:18 PM IST  | 

પુલવામા હુમલા પછી એકલું પડ્યું પાક., જાપાન પાસેથી મળ્યો આવો જવાબ

જાપાનના વિદેશમંત્રી તારો કોનો

પુલવામા આતંકી હુમલા પછી ગુરૂવારે જાપાને તેની કડક નિંદા કરી છે. જાપાનના વિદેશમંત્રી તારો કોનોએ કહ્યું છે કે પાકિસ્તાને તેમના દેશમાં સક્રિય આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. જાપાની વિદેશમંત્રીએ પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનારા આતંકી સંગઠન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે કહ્યું છે. તેની સાથે જ જાપાને પાકિસ્તાન સાથે સંયમથી વર્તવાની સલાહ પણ આપી છે. જાપાની વિદેશમંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પુલવામા હુમલા પછી ઊભી થયેલી પરિસ્થિતિ પછી પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જાપાનની પોતાની યાત્રા ટાળી દીધી હતી. તેમણે જાપાનના વિદેશમંત્રી તારો કોનોને ફોન કરીને જણાવ્યું કે હાલની પરિસ્થિતિના કારણે તેઓ દેશ છોડીને નીકળવામાં અસમર્થ છે. તેમણે કોનોને એ પણ અનુરોધ કર્યો કે તેઓ ભારત સાથે તણાવને ઓછો કરવામાં મદદ કરે. ઉલ્લેખનીય છે કે કુરેશી 24-27 ફેબ્રુઆરીની વચ્ચે જાપાનની યાત્રા પર જવાના હતા.

ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની અંદર જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને ટ્રેઇનિંગ સેન્ટરનો ધ્વસ્ત કરીને તેના 300થી વધુ આતંકીઓ ઠાર માર્યા. તેમના ઘણા ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા. આતંકી શિબિરો પર હુમલાથી ગભરાયેલા પાકિસ્તાની વાયુસેનાના વિમાન એફ-16એ ભારતની સરહદમાં ઘૂસવાનું દુઃસાહસ કર્યું તેને પણ ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું. પુલવામા આતંકી હુમલા પછી પાકિસ્તાન સંપૂર્ણ રીતે અલગ-થલગ પડી ગયું છે. તેની તમામ આંતરરાષ્ટ્રીય મંચ પરથી નિંદા થઈ રહી છે. પાક પર તેના દેશમાં સક્રિય આતંકી સંગઠનોને ધ્વસ્ત કરવાની માંગ વધી ગઈ છે.

japan pakistan jammu and kashmir pulwama district