ગભરાયેલા પાકિસ્તાને લદ્દાખ પાસે ફાઇટર જેટ, તોપ તહેનાત કર્યાં

13 August, 2019 11:10 AM IST  |  નવી દિલ્હી/શ્રીનગર

ગભરાયેલા પાકિસ્તાને લદ્દાખ પાસે ફાઇટર જેટ, તોપ તહેનાત કર્યાં

ફાઇટર જેટ

જમ્મુ-કાશ્મીર વિશે ભારતે જે નિર્ણય લીધો છે એનાથી પાકિસ્તાનને ઘણી તકલીફ થઈ રહી છે. પાકિસ્તાન દ્વારા સતત એવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેનાથી એની ગભરામણ સ્પષ્ટ જોવા મળી રહી છે. અત્યાર સુધી પાકિસ્તાને રેલવે અને બસ-સેવા રોકવાનો નિર્ણય લીધા પછી રાજકીય સંબંધો પણ તોડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે પાકિસ્તાન દ્વારા એવું પગલું લેવામાં આવી રહ્યું છે જે એના ખરાબ ઇરાદા દર્શાવે છે. પાકિસ્તાને લદ્દાખ પાસે આવેલા તેમના ઍરબેઝ પર ફાઇટર જેટ તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરની સરહદ પર પાકિસ્તાનના મોટા ષડ્યંત્રનો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર પાકિસ્તાને એલઓસી પર મોટા પ્રમાણમાં તોપોની તહેનાતી કરી છે. પાકિસ્તાને પોતાના તમામ ઍરબેઝ પર ફાઇટર પ્લેન પણ તહેનાત કરી દીધાં છે.

ઇન્ટેલિજન્સ એજન્સીએ વાયુસેના અને સેનાને વિમાન તહેનાત કરવા વિશે અલર્ટ મોકલ્યું છે. સ્કર્દૂ પાકિસ્તાનનો એક ફૉર્વર્ડ ઑપરેટિંગ બેઝ છે. પાકિસ્તાન આ ઍરબેઝનો ઉપયોગ બૉર્ડર પર આર્મી ઑપરેશનના સપોર્ટ માટે કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની વાયુસેના અહીં અભ્યાસ કરવાની યોજના બનાવી રહી છે. આ જ કારણથી તેઓ તેમનાં વિમાન સ્કર્દૂમાં શિફ્ટ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : ઈન્ડિગોની ફ્લાઈટ ન કરી શકી ટેકઑફ, નીતિન ગડકરી પણ હતા સવાર

ઈદના દિવસે વાઘા બૉર્ડર પર ભારત-પાક વચ્ચે મીઠાઈની આપ-લે ન થઈ

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ ૩૭૦ને દૂર કરાયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કટુતા આવી છે. ઈદ-ઉલ-અજહા પર પણ આ કટુતા જોવા મળી. અટારી-વાઘા બૉર્ડરસ્થિત ભારત-પાકિસ્તાન સીમા પર ભારતે પાકિસ્તાનને મીઠાઈ ઑફર કરી હતી જેને પાકિસ્તાને લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ અગાઉ પાકિસ્તાને સમઝૌતા અને થાર એક્સપ્રેસની સાથે લાહોર બસ-સેવા પણ બંધ કરી દીધી હતી.

pakistan ladakh jammu and kashmir national news