PM મોદીની દેશને અપીલ- જનતા કર્ફ્યૂ પહેલા કહી આ મહત્વની વાતો

21 March, 2020 10:26 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

PM મોદીની દેશને અપીલ- જનતા કર્ફ્યૂ પહેલા કહી આ મહત્વની વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

ભારતીય રેલવેમાં વધતી ભીડને અટકાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશવાસીઓને અપીલ છે કે તે હાલ જે પણ શહેર-ગામડા-વિસ્તારમાં છે ત્યાંથી ઘરે જવા માટે ટ્રેન, બસ કે અન્ય વિસ્તારોમાં ભીડ એકઠી ન કરે. ખૂબ જ આવશ્યક ન હોય તો પ્રવાસ કરવાનું ટાળે. કોરોનાના ડરને કારણે દેશવાસીઓ જે શહેરમાં કામ કરી રહ્યા છે તેને છોડીને જવાની જરૂર નથી. આમ કરવાથી કોરોના ફેલાવવાની શક્યતા વધી જાય છે તમે જ્યાં છો ત્યાંથી અન્ય સ્થળે પણ કોરોના વાયરસ તમારા દ્વારા પહોંચી શકે છે તમારા ત્યાં જવાથી તમારા ગામ અને પરિવાર માટે પણ આ મુશ્કેલીઓ વધારશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે કોરોના વાયરસ વિશે કોઇપણ ખોટી અફવાઓ અને ડર ન ફેલાવો. સાચી માહિતી જ શૅર કરો. વડાપ્રધાને એક પછી એક એમ ઘણાં ટ્વીટ કરીને કહ્યું કે લોકોએ સાચી માહિતી શૅર કરવી જોઇએ, તેની સાથે જ વડાપ્રધાને એક વૉટ્સએપ નંબર પણ શૅર કર્યો છે, આ નંબર પરથી લોકો સાચી અને ભારત સરકાર દ્વારા પ્રમાણિત માહિતી મેળવી શકશે.

વડાપ્રધાને માઇક્રો બ્લેગિંગ સાઇટ ટ્વિટરના વખાણ કર્યા છે પીએમ મોદીએ જણાવ્યું કે ટ્વિટરે COVID-19 નામનું એક ખાસ પેજ લૉન્ચ કર્યું છે અહીં કોરોના વાયરસ વિશે ભારતીય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મેળવી શકાશે. ગૂગલ કંપનીના વખાણ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ટેક કંપની પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને જાગૃત કરી રહી છે.

કોરોના વાયરસને અટકાવવા માટે વડાપ્રધાને સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો શૅર કરતાં કહ્યું છે કે તમે આ પ્રકારના વીડિયોથી લોકોમાં જાગૃતિ લાવી શકો છો. અને જો તમારી પાસે આવા વીડિયો છે તો #IndiaFightsCorona સાથે શૅર કરો.

ગૂગલે ગઈ કાલે ડૂડલ પણ બનાવ્યું હતું અને તેણે પાંચ સ્ટેપ્સ આપતાં કોરોનાથી કઇ રીતે બચી શકાય છે તેવો વીડિયો પણ શૅર કર્યો છે. આ પાંચ સ્ટેપ્સમાં 1. વારંવાર હાથ ધોવા. 2. ઉધરસ આવે ત્યારે રુમાલ, ટિશ્યૂ કે કોણીનો ઉપયોગ કરવો. 3. ચહેરાને વારંવાર સ્પર્શ ન કરવું 4. એકબીજા સાથે ત્રણ ફીટનું અંતર રાખવું અને 5. મોટાભાગનો સમય ઘરે જ પસાર કરવો. વગેરે જેવી માહિતી આપી છે.

national news covid19 coronavirus narendra modi