પોલીસ વડાની વાર્ષિક પરિષદ માટે નરેન્દ્ર મોદી આજે પુણેમાં

06 December, 2019 10:25 AM IST  |  Mumbai

પોલીસ વડાની વાર્ષિક પરિષદ માટે નરેન્દ્ર મોદી આજે પુણેમાં

નરેન્દ્ર મોદી

મહારાષ્ટ્રમાં એક મહિના સુધી સત્તા માટે રાજકીય તાંડવ રચાયા બાદ મુખ્ય પ્રધાનપદ પર બિરાજમાન થયેલા શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આજે પુણેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની છે. બીજેપી અને શિવસેનાની યુતિ તૂટ્યા બાદ બન્ને દિગ્ગજ સામસામે આવવાના હોવાથી બન્ને વચ્ચેની મુલાકાત પર તમામ લોકોની મીટ મંડાયેલી રહેશે.

ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલની વાર્ષિક પરિષદ માટે વડા પ્રધાન આજે રાતે ૧૦ વાગ્યે પુણે આવવાના છે. પ્રોટોકોલ અનુસાર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે પુણે ઍરપોર્ટ પર જવાના છે. શિવસેના અને બીજેપી વચ્ચે મહારાષ્ટ્રમાં સત્તા માટે થયેલી રસ્સીખેંચને કારણે યુતિ તૂટ્યા બાદ બન્નેની પહેલી વાર મુલાકાત થવાની છે ત્યારે સૌની નજર બન્ને વચ્ચે થનારી ચર્ચા પર જ રહેવાની છે.

આ પણ વાંચો : હૈદરાબાદ મહિલા તબીબ દુષ્કર્મના આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર

અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મહારાષ્ટ્રમાં ત્રણ દિવસની મુલાકાત માટે આવવાના છે. પોલીસ વડાની થનારી પરિષદમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પુણે આવવાના છે.

pune narendra modi uddhav thackeray national news