જાણો PM મોદીએ વિંગ કમાન્ડર અભિનંદન ભારતમાં આવતા શું કહ્યું

01 March, 2019 10:45 PM IST  | 

જાણો PM મોદીએ વિંગ કમાન્ડર અભિનંદન ભારતમાં આવતા શું કહ્યું

દેશ પરત ફર્યા વિંગ કમાન્ડર અભિનંદન

 વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા છે. પાકિસ્તાની રેનજર્સ દ્વારા બોર્ડર પર ભારતીય સેનાને સોપવામાં આવ્યા છે. હાલ વાઘા બોર્ડર પર કાર્યવાહી પૂરી થઈ હતી અને અભિનંદન ભારતની સીમામાં પરત ફર્યા છે. અભિનંદનની વતન વાપસનીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત અન્ય નેતાઓએ વધાવી લીધુ છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા લખ્યું હતું કે, વેલકમ હોમ વિંગ કમાન્ડર અભિનંદન. દેશને તમારી પણ ગર્વ છે. દેશની આર્મી 130 કરોડ લોકો માટે પેરણાદાયક છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે દેશને અભિનંદન પર ગર્વ છે ભારત તમને પરત જોઈ ખુશ છે. તમે ભારતીય એર ફોર્સમા એજ જુસ્સા સાથે વાપસી કરી શકો છો.

BCCIએ નંબર 1ની ભારતીય ટીમની જર્સી દર્શાવતી પોસ્ટ કરી હતી જેની પર અભિનંદન લખ્યું હતુ

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કર્યું હતું કે દેશને વિંગ કમાન્ડર અભિનંદન પર ગર્વ છે. અભિનંદન વન્દે માતરમ્

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અભિનંદનના ભારત આગમનને આવકાર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, વિંગ કમાન્ડર અભિનંદન તમારી બહાદુરીથી દેશને ગર્વ છે. વેલકમ બેક.