ભારતીયો ભોળા છે,યોજના વિશે સરકારી દાવા પર વિશ્વાસ કરી લે છે:ચિદમ્બરમ

12 January, 2020 03:42 PM IST  |  Mumbai Desk

ભારતીયો ભોળા છે,યોજના વિશે સરકારી દાવા પર વિશ્વાસ કરી લે છે:ચિદમ્બરમ

કૉન્ગ્રેસ નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું હતું કે મેં ભારતીયો જેવા ભોળા લોકો ક્યારેય જોયા નથી, જેઓ વિવિધ યોજનાઓના અમલીકરણને લઈ કરવામાં આવી રહેલા સરકારી દાવાને તરત જ સ્વીકારી લે છે. ચિદમ્બરમ સાહિત્યને લગતા એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે અખબારમાં કંઈ પણ છપાય છે તો લોકો તેને માની લે છે. આપણે કોઈ પણ બાબતને લઈ વિશ્વાસ કરી બેસીએ છીએ.

ચિદમ્બરમે કહ્યું હતું કે સરકારે દાવો કર્યો છે કે દેશના તમામ ગામોમાં વીજળી પહોંચી ગઈ છે. ૯૯ ટકા પરિવાર માટે શૌચાલય બનાવવામાં આવ્યા છે. લોકોએ આ વાત પર વિશ્વાસ કરી લીધો છે. આવું જ આયુષ્માન ભારત યોજનામાં છે. દિલ્હીમાં મારા ડ્રાઈવરના પિતાની સર્જરી કરવાની હતી, પરંતુ આ યોજના અંતર્ગત લાભ મળ્યો ન હતો.

p chidambaram national news