ચૂંટણીપંચના આદેશથી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પરથી 909 પોસ્ટ હટાવાઈ

20 May, 2019 11:34 AM IST  | 

ચૂંટણીપંચના આદેશથી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પરથી 909 પોસ્ટ હટાવાઈ

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ

લોકસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણીપંચના આદેશથી ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી ૯૦૯ પોસ્ટ હટાવવામાં આવી હતી. ફેસબુક પરથી ૬૫૦, ટ્વિટર પરથી ૨૨૦, શૅર ચૅટ પરથી ૩૧, યુટ્યુબબ પરથી પાંચ અને વૉટ્સઍપ પરથી ત્રણ પોસ્ટ વાંધાજનક જણાતાં એને ચલણમાંથી હટાવવામાં આવી હોવાનું ચૂંટણીપંચના ડિરેક્ટર જનરલ (કમ્યુનિકેશન્સ) ધીરેન્દ્ર ઓઝાએ સાતમા અને અંતિમ તબક્કાના મતદાનની પૂર્ણાહુતિ બાદ જણાવ્યું હતું.

ધીરેન્દ્ર ઓઝાએ જણાવ્યું હતું કે ‘ કોઈ એક તબક્કાના મતદાનની પૂર્ણાહુતિના ૪૮ કલાક પૂર્વે પ્રચારકાર્યની નિãષ્ક્રયતાનો ગાળો એટલે કે ‘સાયલન્સ પિરિયડ’ શરૂ થાય છે, જેમ કે સાતમા તબક્કાનું મતદાન રવિવારે સાંજે ૬ વાગ્યે પૂરું થતું હોય તો એ તબક્કા માટેનો સાયલન્સ પિરિયડ શુક્રવારે સાંજે ૬ વાગ્યે શરૂ થાય છે. એ સાયલન્સ પિરિયડમાં ફેસબુક પરની ૬૫૦ પોસ્ટમાંથી ૪૮૨ પૉલિટિકલ મેસેજ પોસ્ટ કરવામાં આવ્યા હતા. ૭૩ સોશ્યલ મીડિયા પોસ્ટ સાયલન્સ પિરિયડ દરમ્યાન પ્રસારિત કરવામાં આવેલી પૉલિટિકલ ઍડ્વર્ટાઇઝમેન્ટï હતી, એમાં બે ઍડ્વર્ટાઇઝમેન્ટ આચારસંહિતાનો ભંગ કરનારી હતી. ૪૩ ઍડ્વર્ટાઇઝમેન્ટ મતદારોને ગેરમાર્ગે દોરનારી માહિતી આપનારી હતી. ૨૮ ઍડ્વર્ટાઇઝમેન્ટ ‘અશોભનીય’ હતી. ૧૧ ઍડ્વર્ટાઇઝમેન્ટ એક્ઝિટ પોલ સંબંધી હતી અને ૧૧ ઍડ્વર્ટાઇઝમેન્ટ સમાજના વિવિધ વર્ગો વચ્ચે ધિક્કારની ભાવના ફેલાવનારી હતી.’

આ પણ વાંચો : હિંસા વચ્ચે અંતિમ તબક્કામાં 64 ટકાથી વધુ મતદાન : 23 મેએ કોણ બનશે વડા પ્રધાન

ધીરેન્દ્ર ઓઝાએ વાંધાજનક પ્રચારસામગ્રી બાબતે જણાવ્યું હતું કે ‘૬૪૭ પેઇડ ન્યુઝના કુલ ૬૪૭ કન્ફર્મ્ડ કેસમાંથી ૩૪૨ કેસ મતદાનના પ્રથમ તબક્કા દરમ્યાન નોંધાયા હતા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પેઇડ ન્યુઝના ૧૨૯૭ કન્ફર્મ્ડ કેસ નોંધાયા હતા.’

national news Lok Sabha Election 2019 facebook