અમારા ઑર્બિટરે જ વિક્રમ લૅન્ડરને શોધ્યું હતું : ઇસરો

05 December, 2019 11:22 AM IST  |  Bangalore

અમારા ઑર્બિટરે જ વિક્રમ લૅન્ડરને શોધ્યું હતું : ઇસરો

ઇસરો અધ્યક્ષ કે. સિવન

ઇસરો અધ્યક્ષ કે. સિવનને ચંદ્રયાન-2 સાથે જોડાયેલ નાસાનો દાવો ફગાવી દીધો છે જેમાં નાસાએ કહ્યું છે કે તેમણે દુર્ઘટનાગ્રસ્ત વિક્રમ લૅન્ડરના કાટમાળને ચંદ્રની સપાટી પર શોધી લીધું છે. સિવનનું કહેવું છે કે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ આ કાટમાળને બહુ પહેલેથી શોધી લીધું હતું. આ કાટમાળ ચંદ્રયાન-2ના ઑર્બિટરે જ શોધ્યો હતો.

સિવનને કહ્યું, ‘અમારા પોતાના ઑર્બિટરે વિક્રમ લૅન્ડરને શોધ્યું હતું. આ વાતની ઘોષણા અમે પહેલેથી જ પોતાની વેબસાઇટ પર કરી ચૂક્યા હતા, તમે જઈને જોઈ શકો છો.’ તમને જણાવી દઈએ કે મંગળવારે નાસાએ વિક્રમ લૅન્ડરના અમુક ફોટો શૅર કર્યા છે, જ્યારે કાટમાળની સાઇટ શોધવામાં ચેન્નઈસ્થિત મિકેનિકલ એન્જિનિયર અને ઍપ ડેવલપરની ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો છે.
નાસા તરફથી કહેવામાં આવ્યું છે કે ફોટોમાં ગ્રીન ડૉટ્‌સ એ અંગેની પુષ્ટિ કરે છે કે આ વિક્રમ લૅન્ડર છે, જ્યારે વાદળી ડૉટ એ દર્શાવી રહ્યું છે કે લૅન્ડરની લૅન્ડિંગ બાદ ત્યાંની માટી હટી છે જ્યાં વિક્રમ લૅન્ડરે લૅન્ડિંગ કર્યું હતું. કાટમાળની ઓળખ શનમુગા સુબ્રમણ્યમે કરી છે. શનમુગા સુબ્રમણ્યમે એલઆરઓસી સાથે સંપર્ક કર્યો અને કાટમાળની સકારાત્મક ઓળખ કરી. ત્યાર બાદ એલઆરઓસીની ટીમે એ અંગેની પુષ્ટિ કરી છે.

bengaluru isro national news nasa