CAA વિરૂદ્ધ વિપક્ષો થયા એકજુથ, રાષ્ટ્રપતિને આપ્યું આવેદન

17 December, 2019 08:40 PM IST  |  New Delhi

CAA વિરૂદ્ધ વિપક્ષો થયા એકજુથ, રાષ્ટ્રપતિને આપ્યું આવેદન

વિપક્ષો થયા એકજુથ (PC : ANI)

લોકસભા અને રાજ્યસભામાં નાગરિક બિલ પાસ થયા બાદ તેનો વિરોધ સમગ્ર દેશમાં થઇ રહ્યો છે. ત્યારે હવે તેના વિરોધમાં દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ પણ સામે આવી છે. આ બિલના વિરોધમાં તમામ વિપક્ષી પાર્ટીઓ એકજુથ થઇ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન, રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ આજે રાષ્ટ્રપતિને મળ્યા હતા.

રાષ્ટ્રપતિને આપ્યું આવેદન
વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિને આવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે

, મોદી સરકાર જનતાનો અવાજ દબાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમારી પાસે એક ઉદાહરણ છે, જ્યાં પોલીસે લેડીઝ હોસ્ટેલમાં પ્રવેશ કર્યો અને તેમને બહાર કાઢી, પોલીસે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો.



મોદી સરકાર જનતાનો અવાજ દબાવવાનો કાયદો લાવે છે : સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે
, તમે બધા જોઈ રહ્યા છો કે, મોદી સરકાર જનતાનો અવાજ દબાવતો કાયદો લાવે છે અને કોઈ દયા પણ દાખવતા નથી. વધુમાં આગળ તેમણે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરના રાજ્યો સહિત દિલ્હીમાં હાલ તણાવનો માહોલ છે. શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા પર પોલીસ લાઠીચાર્જ કરી રહી છે.

દેશની જનતાનો કોઇ જ વિચાર કરવામાં નથી આવ્યો
: ગુલામ નબી આઝાદ
સપા નેતા રામગોપાલ યાદવે જણાવ્યું છે કે
, સામાન્ય જનતાના મજગમાં આ કાયદાનો ડર છે. આ કાયદો દેશના વિભાજન તરફ આગળ લઈ જાય છે. ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, દેશની જનતાની ચિંતા કર્યા વગર આ કાયદો બનાવી નાખ્યો છે.

national news sonia gandhi