દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ : કેજરીવાલ

13 October, 2019 01:03 PM IST  |  નવી દિલ્હી

દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ : કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા રાજ્ય સરકાર ઓડ-ઈવન લાગુ કરવા જઈ રહી છે. દિલ્હીમાં ૪થી ૧૫ નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ રહેશે. દિલ્હી સરકારે એમાં મહિલાઓને છૂટ આપી છે. જો કોઈ ગાડીમાં મહિલા બેઠી હશે તો તેને છૂટ આપવામાં આવશે, ઉપરાંત મહિલા સાથે ૧૨ વર્ષ સુધીનું બાળક હોય તો તેમને પણ છૂટ મળશે.

આ વખતે સીએનજી કાર પર પણ ઓડ-ઈવન લાગુ થશે. સીએનજી કારને ઓડ-ઈવનમાં આવરી લેવાશે. પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં અત્યાર સુધી પ્રદૂષણ ૨૫ ટકા ઘટ્યું છે. પ્રદૂષણ એક સંસ્થા કે સરકારના કન્ટ્રોલમાં નથી હોતું. તમામે મળીને પ્રયાસ કર્યો, જેથી પ્રદૂષણ ઘટ્યું.

આ પણ વાંચો : જીએસટી કાયદો છે, એને ગાળ ન આપો : નિર્મલા સીતારમણ

ટૂ-વ્હીલર્સને છૂટ આપવા પર કેજરીવાલે કહ્યું કે એના પર જલદી નિર્ણય લેવાશે, પરંતુ હાલમાં એમ કરવું શક્ય નથી. સરકાર એના પર ચર્ચા કરી રહી છે. ટૂ-વ્હીલર એટલી મોટી સંખ્યામાં છે કે લાગુ કરવામાં આવે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ખોરવાઈ શકે છે.

arvind kejriwal national news new delhi