હવે આતંકવાદની વિચારધારાનો નાશ કરવો એ જ લક્ષ્ય છેઃ અજિત ડોભાલ

15 October, 2019 02:24 PM IST  |  મુંબઈ ડેસ્ક

હવે આતંકવાદની વિચારધારાનો નાશ કરવો એ જ લક્ષ્ય છેઃ અજિત ડોભાલ

એફએટીએફના ડરથી પાકિસ્તાન સૌથી વધારે દબાણમાં છે

નવી દિલ્હી : (જી.એન.એસ.) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સુરક્ષા એજન્સીઓને આતંકવાદ સામે લડવાની રીતમાં બદલાવ કરવાની ભલામણ કરતાં પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. તેમણે પાકિસ્તાનને આતંકવાદીઓને સમર્થન આપનાર રાષ્ટ્ર ગણાવતાં કહ્યું કે ઇસ્લામાબાદને એમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત છે. એનએસએએ કહ્યું કે આતંકવાદને સમર્થન આપવું પાકિસ્તાનની રાષ્ટ્રીય નીતિ બની ગઈ છે. તેમણે કહ્યું કે અત્યારે પાકિસ્તાન પર એફએટીએફનું ખૂબ દબાણ છે.
એનઆઇએની એટીએસ, સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ડોભાલે કહ્યું કે અમને ખબર છે કે આતંકવાદને મદદ બહારથી મળે છે. આ કોઈ નવું નથી. આતંકવાદ પર તપાસ અને સમય રહેતા એની માહિતી માટે તમામ સુરક્ષા એજન્સીઓનો પરસ્પર શ્રેષ્ઠ સમન્વય હોવો જરૂરી છે. પાકિસ્તાન પર અત્યારે જે મોટું દબાણ છે તે એફએટીએફની તરફથી છે. બીજા કોઈ ઍક્શનના લીધે કદાચ જ આવું દબાણ બની શક્યું હોત.
ડોભાલે કહ્યું કે આજે કોઈ દેશ યુદ્ધ નથી ઇચ્છતો, કારણ કે એનાં પરિણામને લઈ આશ્વસ્ત રહેતા નથી. એવામાં સ્ટેટ સ્પૉન્સર આતંકવાદ દ્વારા દુશ્મનોને નુકસાન પહોંચાડવાની કોશિશ થાય છે. બધાને ખબર છે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન કરે છે એવામાં ટેરર ફન્ડિંગને રોકવાની જરૂર છે.
ડોભાલે સુરક્ષા એજન્સીઓને પડકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જો એક ગુનેગારને એક રાષ્ટ્રનું સમર્થન મળે છે તો એ મોટો પડકાર બની જાય છે. કેટલાંક રાષ્ટ્રોને તો એમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત છે. આપણા કેસમાં પાકિસ્તાન તો આતંકવાદને રાષ્ટ્રીય નીતિ જ બનાવી ચૂકયું છે. કેટલાક દેશ આતંકવાદને પ્રોત્સાહન આપવામાં લાગેલા છે.
ડોભાલે કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ લડાઈમાં તમામે સાથે મળીને કામ કરવું પડશે. તેમણે કહ્યું કે લશ્કર, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોની માહિતી આપવી માત્ર એક એજન્સીની જ જવાબદારી નથી. તેમણે કહ્યું કે કાશ્મીરમાં એનઆઇએનું કામ શાનદાર રહ્યું છે. મની લૉન્ડરિંગ અને અલગાઉવાદીઓની વિરુદ્ધ આ એજન્સીમાં નિયમોની અંદર શાનદાર કામ કર્યું. જ્યાં જરૂર પડી ત્યાં દબાણ પણ બનાવ્યું. એનઆઇએના લીધે જ વિદેશમાંથી પૈસા મેળવવામાં લાગેલા લોકોને હવે મદદ મળવાની બંધ થઈ ગઈ છે.
ડોભાલે મીડિયાને પણ આગ્રહ કર્યો કે આતંકવાદીઓની કરતૂતોને તવજ્જો આપવાનું બંધ કરી દો. તેમણે કહ્યું કે આતંકવાદી પબ્લિસિટી માટે આવું કરે છે. મીડિયા તેને ભાવ આપવાનું જ બંધ કરી દે.

terror attack national news