ડિલિવરી-બૉયે મહિલાને હિપ્નોટાઇઝ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો

11 October, 2019 12:36 PM IST  |  નવી દિલ્હી

ડિલિવરી-બૉયે મહિલાને હિપ્નોટાઇઝ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો

ઍમેઝૉન

દિલ્હી પાસે આવેલા નોએડામાં ઍમેઝૉનથી ઑનલાઇન શૉપિંગ કરવાનું એક મહિલાને ભારે પડી ગયું હતું. મહિલાનો આરોપ છે કે ઍમેઝૉનના ડિલિવરી-બૉયે મને હિપ્નોટાઇઝ (વશીકરણ) કરીને મારી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ દરમ્યાન મને ભાન આવી ગયું અને મેં તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ મહિલાએ બાથરૂમમાં પડેલા વાઇપરથી ડિલિવરી-બૉયને ફટકારવાનું શરૂ કરી દીધું હતું. પોતાને ઘેરાતો જોઈને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે મહિલાની ફરિયાદ બાદ આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

પીડિત મહિલાએ જણાવ્યું કે ‘મેં ઍમેઝૉનથી કેટલોક સામાન ખરીદ્યો હતો, એમાંથી પાંચ બૉક્સ મારે પાછાં કરવાનાં હતાં. સોમવાર સવારે ૧૧.૨૦ વાગ્યે એ લેવા માટે ભૂપેન્દ્ર પાલ નામનો ઍમેઝૉનનો ડિલિવરી-બૉય મારા ફ્લૅટ પર આવ્યો હતો. આ દરમ્યા ડિલિવરી-બૉયે ચાર બૉક્સ જ પાછાં લેવાની વાત કરી. એને કારણે અમારી વચ્ચે માથાકૂટ શરૂ થઈ. ત્યાર બાદ મેં કસ્ટમર કૅરમાં ફોન કર્યો તો ત્યાંથી સામાન પિક-અપ માટે ૯ ઑક્ટોબરની તારીખ આપવામાં આવી. ત્યાર બાદ ભૂપેન્દ્ર ત્યાંથી ચાલ્યો ગયો.’
ત્યાર બાદ પીડિતાની બહેન જ્યારે ઘરે પહોંચી ત્યારે તેને ઘટનાની જાણ થતાં તેણે સિક્યુરિટી ગાર્ડ પાસેના એન્ટ્રી-રજિસ્ટરમાંથી ભૂપેન્દ્રનો નંબર લઈને ફોન કર્યો અને તેને પૂછવામાં આવ્યું કે તે ક્યાંથી આવ્યો હતો તો તેણે જણાવ્યું કે હું ઍમેઝૉનની પિક-અપ ઑફિસમાં કામ કરું છું, જે નાએડાના સેક્ટર-૫૮માં છે.

આ પણ વાંચો : રૅનબૅક્સીના પ્રમોટર શિવિંદર સિંહની 740 કરોડની છેતરપિંડીના આરોપસર ધરપકડ

આવું કહીને તેણે ફોન કટ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું કે એન્ટ્રી-રજિસ્ટરમાં જે જાણકારી ડિલિવરી-બૉયે આપી છે એની તપાસ કરવામાં આવી રહી છે અને એ સાચી છે. આરોપી ભૂપેન્દ્ર પાલ વિરુદ્ધ દુષ્કર્મ અને અન્ય કલમોનો કેસ નોંધવામાં આવ્યો છે.

amazon new delhi