કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાનો વિરોધ કોઈ રાજ્ય કદી કરી શકે નહીં

03 January, 2020 02:16 PM IST  |  Mumbai Desk

કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાનો વિરોધ કોઈ રાજ્ય કદી કરી શકે નહીં

કેરળ વિધાનસભાએ સીએએનો અમલ નહીં કરવાનો કરેલો ઠરાવ ગેરબંધારણીય છે એવી સ્પષ્ટ વાત કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને કરી હતી. એક સમયે આરિફ મોહમ્મદ ખાન કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા હતા. હાલમાં તેઓ કેરળના ગવર્નર છે.

તેમણે કહ્યું કે નાગરિકતા સંપૂર્ણપણે કેન્દ્ર સરકારનો વિષય. કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાનો વિરોધ કોઈ રાજ્ય કદી કરી શકે નહીં એટલે કેરળ વિધાનસભાએ કરેલો સીએએ વિરોધી ઠરાવ ગેરકાયદે અને ગેરબંધારણીય છે.
કેરળ સરકારે આ અઠવાડિયે જ વિધાનસભામાં સીએએ વિરોધી પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને વિધાનસભાએ મંજૂર રાખ્યો હતો. કેરળ વિધાનસભામાં બીજેપીનો એકમાત્ર ધારાસભ્ય છે તેણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, પરંતુ તેમના વિરોધનું કશું ઊપજ્યું નહોતું.
અત્રે એ યાદ રહે કે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પણ કહ્યું હતું કે જે રાજ્યો સીએએનો વિરોધ કરે છે તેમણે પોતાની પસંદગીના કાનૂની નિષ્ણાતોનો અભિપ્રાય લેવો જોઈએ. કેન્દ્ર દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાનો અમલ કરવાની રાજ્યો ના પાડી શકે નહીં.

kerala national news