બિહારમાં એનઆરસી લાગુ કરવાનો સવાલ જ નથી : નીતીશ કુમાર

14 January, 2020 04:31 PM IST  |  Mumbai Desk

બિહારમાં એનઆરસી લાગુ કરવાનો સવાલ જ નથી : નીતીશ કુમાર

એનડીએના સાથીપક્ષ જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે એનઆરસીને લઈને વિરોધાભાસી નિવેદન આપ્યું છે. નીતીશ કુમારે બિહાર વિધાનસભા મંડળનાં બન્ને સદનોના બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં એનઆરસીને લઈને કહ્યું હતું કે આ બિલને બિહારમાં લાગુ કરવાનો કોઈ સવાલ જ નથી. સાથે જ તેમણે સીએએને લઈને પણ દાણો દબાવ્યો છે.
નીતીશ કુમારે કહ્યું હતું કે ‘એનઆરસી આવ્યું જ ક્યાં છે? એનઆરસી તો કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે આસામના લોકો સાથે એવી વાતચીત થઈ હતી. એનઆરસીની દેશમાં કોઈ જરૂર જ નથી. વડા પ્રધાન પણ આ મામલે સ્પષ્ટ કરી ચૂક્યા છે. એનઆરસીની વાત આસામને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. અમે સીએએને લઈને પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું.’
વસ્તીગણતરીને લઈને તેમણે કહ્યું હતું કે ૨૦૧૦માં એનપીઆરની વાત થઈ હતી.

national news bihar nitish kumar bihar national news