વર્તમાન સરકારે કામ ન કર્યું હોય તો બીજાને તક આપવામાં વાંધો શું છે:ગડકરી

07 April, 2019 12:26 PM IST  | 

વર્તમાન સરકારે કામ ન કર્યું હોય તો બીજાને તક આપવામાં વાંધો શું છે:ગડકરી

નીતિન ગડકરી

આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપાની જીત મામલે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મહત્વનું નિવેદન આપ્યું છે. પોતાના બિન્ધાસ્ત અને ખાસ કરીને પોતાની જ પાર્ટી માટે સમસ્યા ઊભી થાય એવા નિવેદન આપનાર નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, વિતેલા પાંચ વાોર્માં જો અમારી સરકારે યોગ્ય કાર્ય ન કર્યું હોય તો, પ્રજા બીજા લોકોને તક આપે એમાં વાંધો નથી.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નિતિન ગડકરીએ મતદાઓને અપીલ કરી હતી કે, મતદાન કરતી વખતે મતદાતાએ વિતેલા પાંચ વર્ષના કાર્યકાળને પણ ધ્યાનમાં રાખવો જોઇએ. સત્તાધીશ પાર્ટીને હમેશાં તેના કામ પર મૂલવવામાં આવે છે. જો જનતાને લાગે કે વર્તમાન સરકારે કામ નથી કર્યું તો, તેમણે પસંદગી બદલવી જોઇએ. તેમણે જણાવ્યું કે, રાજનીતિ માત્ર સત્તા માટે નથી, પરંતુ સમાજ માટે હોય છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશના CM કમલનાથના નજીકના લોકો પર આવકવેરા વિભાગના દરોડા

ઉલ્લેખનીય છે કે નિતિન ગડકરી વારંવાર સ્પષ્ટતા કરતા આવ્યા છે કે, તેઓ વડાધાન બનવાની હરોળમાં નથી. આ પહેલા ગત માસે તેમણે એવું નિવેદન આપ્યું હતું કે, તેમના કામ માટે ભાજપા સિવાય અન્ય પાર્ટીઓ, ખાસ કરીને કૉંગ્રેસ તરફથી તેમને ચૂંટણી લડવા માટે શુભકામનાઓ મળી હતી, કારણ કે મેં કોઇ પણ જાતિ, ધર્મ કે સંપ્રદાયના આધારે કામ નથી કર્યું. મેં બધાને સમાન માનીને જ કાર્ય કર્યું છે.

nitin gadkari national news Lok Sabha Election 2019