પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત લેવું મોદી સરકારનો એજન્ડા : જિતેન્દ્ર સિંહ

12 September, 2019 11:54 AM IST  |  જમ્મુ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત લેવું મોદી સરકારનો એજન્ડા : જિતેન્દ્ર સિંહ

જિતેન્દ્ર સિંહ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ કેન્દ્ર સરકારના એજન્ડામાં પાકિસ્તાનકૃત કાશ્મીર છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું કે અમારો હવે પછીનો એજન્ડા પીઓકેને ભારતનું અભિન્ન અંગ બનાવવાનો છે. ઉધમપુર-કઠુઆ લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતનારા જિતેન્દ્ર સિંહે પાકિસ્તાનકૃત કાશ્મીર મામલે કહ્યું કે ‘આ ફક્ત મારી કે મારી પાર્ટીની પ્રતિબદ્ધતા નથી પરંતુ આ ૧૯૯૪માં પી. વી. નરસિંહ રાવના નેતૃત્વવાળી તત્કાલીન કૉન્ગ્રેસ સરકાર દ્વારા સર્વસંમતિથી લેવાયેલો સંકલ્પ છે. આ એક સ્વીકાર્ય અભિગમ છે.’

કલમ ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાન તરફથી શરૂ કરવામાં આવેલા દુષ્પ્રચાર અભિયાન પર વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્યપ્રધાન સિંહે કહ્યું કે ‘વિશ્વનો અભિગમ ભારતને અનુકૂળ છે. કેટલાક દેશ કે જે ભારતના અભિગમથી સંમત ન હતા. તેઓ પણ હવે આપણા અભિગમથી સંમત થઈ ચૂક્યા છે.’ તેમણે કહ્યું કે કાશ્મીરમાં સામાન્ય લોકોને મળનારા લાભથી ખુશ છે.

આ પણ વાંચો : ગાય અને ઓમ જેવા શબ્દો કાને પડતા જ કેટલાક લોકોને કરન્ટ લાગે છેઃ નરેન્દ્ર મોદી

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે કાશ્મીર ન તો બંધ છે કે ન તો ત્યાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યાં લગાવેલા બધા જ પ્રતિબંધોને હટાવી દેવાયા છે. સિંહે દેશવિરોધી લોકોને ચેતવણી આપતા કહ્યું કે આવા લોકોએ પોતાની માનસિકતા બદલી દેવી જોઈએ. તેમણે પત્રકારોને કહ્યું કે કાશ્મીરમાં કરફ્યુ લાગેલો છે અને સમગ્ર રીતે અહીં બધું બંધ છે આવા નિવેદનોની નિંદા કરવી જોઈએ. કાશ્મીર બંધ નથી અને ન તો અહીં કરફ્યુ લગાવવામાં આવ્યો છે. જો કરફ્યુ લાગેલો હોત તો લોકોને ‘કરફ્યુ પાસ’ લઈને બહાર નીકળવું પડત.

national news jammu and kashmir pakistan