લોકસભામાં ખરડો રજૂઃ હેલ્મેટ વિના ડ્રાઇવિંગનો દંડ 1000 રૂપિયા

16 July, 2019 09:29 AM IST  |  નવી દિલ્હી

લોકસભામાં ખરડો રજૂઃ હેલ્મેટ વિના ડ્રાઇવિંગનો દંડ 1000 રૂપિયા

હેલ્મેટ વિના ડ્રાઇવિંગનો દંડ 1000 રૂપિયા

મોટર વેહિકલ અધિનિયમના નિયમોને વધુ કડક બનાવવા અને આ સંબંધે કેન્દ્ર સરકારને વધારે અધિકાર આપવાના સંબંધે મોટર વેહિકલ અધિનિયમ વિધેયક, ૨૦૧૯ વિપક્ષના વિરોધ વચ્ચે સોમવારે લોકસભામાં રજૂ કર્યું હતું. સડક પરિવહન તેમ જ રાજમાર્ગ રાજ્ય પ્રધાન જનરલ વી. કે. સિંહે એને સદનમાં રજૂ કર્યું હતું. સડક પરિવહન તેમ જ રાજય માર્ગ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં દર વર્ષે પાંચ લાખ રોડ-ઍક્સિડન્ટ થાય છે જેમાં પાંચ લાખ લોકોનાં મોત થાય છે. એ માટે નિયમને કડક બનાવવાની જરૂર છે.

તેમણે કહ્યું કે ‘તમામ પ્રયાસો છતાં ગઈ સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં તેમનું મંત્રાલય સડક-દુર્ઘટનાઓમાં માત્ર ૪ ટકા સુધીનો ઘટાડો કરી શકી છે, જે તેમની નિષ્ફળતા છે. દેશમાં લોકો સ્વયં નિયમોનું પાલન કરવા નથી માગતા. તેઓને ૫૦ કે ૧૦૦ રૂપિયાના દંડથી ડર નથી લાગતો એટલે દંડ વધારવાની જરૂર છે. એક જ વ્યક્તિના નામે અનેક લાઇસન્સ હોય છે. દેશમાં ૩૦ લાખ બોગસ લાઇસન્સ છે.’

આ પણ વાંચો : કુમારસ્વામી 18 જુલાઈએ વિધાનસભામાં વિશ્વાસમત પુરવાર કરશેઃ સિદ્ધારમૈયા

ગડકરીએ કહ્યું કે ‘આ કાનૂન રાજ્યો પર થોપવામાં નહીં આવે. જે રાજ્ય સ્વેચ્છાએ એને અપનાવવા માગે છે તે અપનાવી શકશે. આ વિધેયકને ગઈ લોકસભામાં પારિત કરવામાં આવ્યું હતું, પણ રાજ્યસભામાં એ પારિત થઈ શક્યું નહોતું, જેને કારણે આ વિધેયક ફરીથી લોકસભામાં લાવવું પડ્યું છે.’

national news Lok Sabha new delhi