ઑનલાઇન ટ્રેન ટિકિટ બની મોંઘી : રેલવેએ ફરી શરૂ કર્યો સર્વિસ-ચાર્જ

01 September, 2019 12:47 PM IST  |  નવી દિલ્હી

ઑનલાઇન ટ્રેન ટિકિટ બની મોંઘી : રેલવેએ ફરી શરૂ કર્યો સર્વિસ-ચાર્જ

ઑનલાઇન ટ્રેન ટિકિટ બની મોંઘી

આઇઆરસીટીસી પરથી ઈ-ટિકિટ ખરીદવાનું મોંઘું થશે. એક આદેશ મુજબ ભારતીય રેલવેએ એક સપ્ટેમ્બરથી સર્વિસ-ચાર્જ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આઇઆરસીટીસી તરફથી ૩૦ ઑગસ્ટે જાહેર કરાયેલા આદેશ પ્રમાણે હવે આઇઆરસીટીસી બિન-વાતાનુકૂલિત શ્રેણીની ઈ-ટિકિટ પર ૧૫ રૂપિયા અને પ્રથમ શ્રેણી સહિત વાતાનુકૂલિત શ્રેણીની તમામ ઈ-ટિકિટ પર ૩૦ રૂપિયાનો સર્વિસ-ચાર્જ વસૂલ કરશે. જીએસટી એનાથી અલગ હશે.

મહત્વનું છે કે ત્રણ વર્ષ પહેલાં મોદી સરકારે ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે સર્વિસ-ચાર્જ પરત લીધો હતો. પહેલાં આઇઆરસીટીસી બિન-વાતાનુકૂલિત શ્રેણીની ઈ-ટિકિટો પર ૨૦ રૂપિયા અને તમામ વાતાનુકૂલિત શ્રેણીની ઈ-ટિકિટ પર ૩૦ રૂપિયાનો સર્વિસ-ચાર્જ લેતું હતું.

આ પણ વાંચો : નિવૃતિના દિવસે હેલિકોપ્ટરમાં બેસી ઘરે પહોંચ્યા શિક્ષક પહોંચ્યા ઘરે, પત્નીનું સપનું કર્યું પૂર્ણ

આ મહિનાની શરૂઆતમાં રેલવે બોર્ડે ભારતીય રેલવે ખાનપાન તથા પર્યટન નિગમ (આઇઆરસીટીસી)ને ઑનલાઇન ટિકિટ પર યાત્રિકો પાસેથી સર્વિસ-ટૅક્સ વસૂલવાની મંજૂરી આપી હતી. ૩૦ ઑગસ્ટે જાહેર કરવામાં આવેલા પત્રમાં બોર્ડે કહ્યું કે આઇઆરસીટીસીએ ઈ-ટિકિટ બુકિંગ પર સર્વિસ-ટૅક્સને ફરી શરૂ કરવાની વિસ્તૃત યોજના બનાવી છે અને મામલાની તપાસ અધિકારી દ્વારા કરવામાં આવી છે.

national news indian railways new delhi