કાંદા આમઆદમીને રડાવશે : ભાવ કિલોના 80થી 90 રૂપિયે પહોંચ્યા

23 September, 2019 03:45 PM IST  |  નવી દિલ્હી

કાંદા આમઆદમીને રડાવશે : ભાવ કિલોના 80થી 90 રૂપિયે પહોંચ્યા

કાંદા

ફરી એક વખત કાંદાના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે લોકોની આંખમાં આંસુ આવી રહ્યા છે. એક સપ્તાહમાં જ ડુંગળીના ભાવ બમણા થઈ ચૂક્યા છે. એક કિલો ડુંગળી એક અઠવાડિયા પહેલાં ૪૦ થી ૪૫ રૂપિયે વેચાતી હતી. આજે દેશના કેટલાક હિસ્સાઓમાં તેનો ભાવ વધીને ૮૦થી ૯૦ રૂપિયા સુધી પહોંચી ચૂક્યા છે.

એક અહેવાલ પ્રમાણે ડુંગળી પકવતાં રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે સપ્લાય ઓછો આવી રહ્યો છે. જેના કારણે ભાવમાં ઝડપથી ઉછાળો આવ્યો છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં બીજાં રાજ્યોમાંથી ઉત્તર ભારતમાં ડુંગળીની સપ્લાય પર અસર પડી છે. જાણકારોને કહેવા પ્રમાણે ઑક્ટોબર મહિનાના બીજા સપ્તાહ સુધી ડુંગળીના ભાવમાં તેજી યથાવત્ રહેશે. આ પ્રકારની તેજી ૨૦૧૫માં જોવા મળી હતી. અે વખતે પણ પૂરના કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં પ્રતિ કિલો ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

national news onion prices