એક રાષ્ટ્ર, એક રૅશનકાર્ડ યોજના 15 જાન્યુઆરીથી 12 રાજ્યોમાં લાગુ થશે

29 December, 2019 10:49 AM IST  |  New Delhi

એક રાષ્ટ્ર, એક રૅશનકાર્ડ યોજના 15 જાન્યુઆરીથી 12 રાજ્યોમાં લાગુ થશે

રૅશનકાર્ડ

કેન્દ્ર સરકારની ‘વન નેશન, વન રૅશનકાર્ડ’ પદ્ધતિ ૧૫ જાન્યુઆરીથી શરૂઆતમાં દેશનાં ૧૨ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ પદ્ધતિ અંતર્ગત લાભાર્થી દેશના કોઈ પણ હિસ્સામાં રૅશનની દુકાનમાંથી સબસિડીવાળું અનાજ ખરીદી શકશે. ધીમે ધીમે આ પદ્ધતિને દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવશે.

શરૂઆતમાં આ યોજના ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, ગોવા, મધ્ય પ્રદેશ, ત્રિપુરા અને ઝારખંડમાં લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો : દિલ્હી ઠંડુંગાર : પારો 1.7 ડિગ્રીએ પહોંચ્યો : જનજીવન ખોરવાયું, વાહનવ્યવહાર અસ્તવ્યસ્ત

આ રાજ્યો પૉઇન્ટ ઑફ સેલ મશીનોનો ઉપયોગ કરીને સાર્વજનિક વિતરણ પદ્ધતિ પાત્રતાની પોર્ટેબિલિટી પ્રદાન કરશે જે ૧૨ રાજ્યોમાં રૅશનની તમામ દુકાનોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે પ્રવાસી મજૂરો, દૈનિક ગ્રામીણ કામદારો કોઈ પણ રૅશન દુકાનમાંથી મશીન પર બાયોમેટ્રિક-આધાર નંબરની ખાતરી મળ્યા બાદ નૅશનલ ફૂડ સિક્યૉરિટી અૅક્ટ હેઠળ એ જ રૅશનકાર્ડનો ઉપયોગ કરીને સબસિડીવાળું અનાજ મેળવી શકશે.

national news delhi new delhi