મનોહર પર્રિકરના નિધન પર રાષ્ટ્રીય શોક, રાજકીય સન્માન સાથે અપાશે વિદાય

18 March, 2019 02:35 PM IST  |  ગોવા

મનોહર પર્રિકરના નિધન પર રાષ્ટ્રીય શોક, રાજકીય સન્માન સાથે અપાશે વિદાય

રાજકિય સન્માન સાથે અપાશે વિદાય

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરિકરનું 63 વર્ષની ઉંમરે નિધન થયું છે. આ અંગેની જાણકારી સૌથી પહેલા રામનાથ કોવિંદે ટ્વીટ દ્વારા કરી અને શોક વ્યક્ત કર્યો હતો. સાંજે 4 વાગ્યા સુધી મનોહર પર્રિકરના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરી શકાશે ત્યારબાદ મનોહર પર્રિકરની અંતિમ વિધિ કરવામાં આવશે. મનોહર પર્રિકરના અંતિમ સફરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અન્ય રાજકિય નેતાઓ જોડાશે. મનોહર પર્રિકરના નિધન બાદ કેન્દ્ર સરકારના પત્ર સૂચના વિભાગે જણાવ્યું કે, ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના નિધન પર 18 માર્ચને રાષ્ટ્રિય શોકની જાહેરાત કરી છે. દેશની રાજધાની નવી દિલ્હી તથા તમામ રાજ્યોની રાજધાની અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રધ્વજ અડધી ડાંડીએ રાખવામાં આવશે. રક્ષા પ્રધાન રહી ચૂકેલા પૂરા રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. સોમવારે કેબિનેટ બેઠકમાં મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

ત્રણવાર બન્યા ગોવાના મુખ્યપ્રધાન

મનોહર પર્રિકર 3 વાર ગોવાના મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા. તેમણે ત્રણવાર ગોવાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધી હતી. ગોવાના મુખ્ય પ્રધાન તરીકે કાર્યકાળ વર્ષ 2000 થી 2005 સુધી રહ્યો હતો. ત્યાર બાદ બીજીવાપ વર્ષ 2012 થી 2014 દરમ્યાન ગોવાના મુખ્ય પ્રધાન રહ્યો હતો. તો અંતિમવાર તેમણે ગોવાના મુખ્યમંત્રી તરીકે 14 માર્ચ 2017ના રોજ શપથ લીધા હતા. મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમને દેશના રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતું તેમણે 2014માં તે પદ પરથી રાજીનામું આપીને ગોવાના ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. દેશના જવાનોની જરૂરીયાતોને સમજવામાં અને તેને પૂરી પાડવામાં મનોહર પર્રિકર હમેશા સફળ રહ્યા હતા. યુપીએ સરકારમાં અટકેલા સંરક્ષણ ક્ષેત્રના સોદાઓ પણ પૂરા કર્યા હતા. મનોહર પર્રિકર હમણા જ થોડા સમય પહેલા જ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નાકમાં ટયૂબ અને વ્હિલ ચેર પર બેસીને પણે તેમણે હાઉસ ધ જોશનો નારો લગાવ્યો હતો. 

આ પણ વાંચો: ગોવાઃ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું 63 વર્ષે નિધન

manohar parrikar