કૉંગ્રેસ અને બીજેડીએ ગરીબોને ગરીબ જ રાખવાનું ષડ્યંત્ર રચ્યું: મોદી

03 April, 2019 12:34 PM IST  |  ઓરિસ્સા

કૉંગ્રેસ અને બીજેડીએ ગરીબોને ગરીબ જ રાખવાનું ષડ્યંત્ર રચ્યું: મોદી

મોદી

વડાધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સામાં આયોજીત એક રેલીમાં વડાધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ અને બીજુ જનતા દળ પર આકરા પ્રહારો કર્યા હતાં. વડાધાને કૉંગ્રેસ અને બીજેડી બંને પર ગરીબોને ગરીબ જ રાખવાનું ષડયંત્ર રચવાના આરોપ લાવ્યા હતાં.

વડાધાને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ૨૫ કરોડ ગરીબોને મહિને ૬ હજાર રૂપિયા એમ વાર્ષિક ૭૨,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાતને લઈને જબ્બર ટોણોં માર્યો હતો. સાથે જ તેમણે રાજ્યની બીજેડી સરકાર પર પણ પ્રહારો કરતા કહ્યું હતું કે, હું ઓરિસ્સાના લોકોને ભાજપને મત આપવા અને 20૧૭માં ઉત્તર દેશ અને 20૧૮માં ત્રિપુરામાં રચવામાં આવેલો ઈતિહાસ દોહરાવવાની અપીલ કરૂ છું. રાજ્ય સરકારના અસહયોગ છતાંયે મેં તમારા માટે કામ કર્યા. આ ચોકીદારે ઓરિસ્સાના લોકોની મદદ માટે કેન્દ્ની યોજનાઓનો સહારો લીધો.

વડાધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના કાલાહાંડી જીલ્લાના ભવાનીપાટના ખાતેના કૃણનગર મેદાનમાં આયોજીત ભારતીય જનતા પાર્ટીની વિજય સંકલ્પ સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, દેશમાં સકારાત્મક બદલાવ, ગરીબોના જીવનમાં પ્રકાશ અને તેમના જીવનમાં આશાનું નવું કિરણ તમારા વોટથી આવ્યા છે, મોદીના કારણે નહીં.

આ પણ વાંચો : ગુડ ન્યુઝ : SC પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓના પેન્શનમાં કરશે બમ્પર વધારો

મોદીએ દક્ષિણનાં રાજ્યોની અવગણના કરી છે : રાહુલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણનાં રાજ્યોની અવગણના કરી હોવાથી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાની માગણી ઊભી થઈ હોવાનો દાવો કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગઈ કાલે કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘દક્ષિણ ભારતના લોકો માને છે કે તેમને દેશના નિર્ણયોમાં સાથે રાખવામાં આવતા નથી. મોદી સરકાર તેમને સાથે રાખતી નથી. અવગણના સહન કરતા દક્ષિણનાં રાજ્યોના નાગરિકોને હું કહેવા માગું છું કે હું અને કૉંગ્રેસ તમારી સાથે છીએ.’ રાહુલ ગાંધીએ લોકસભાની આગામી ચૂંટણી ઉત્તર પ્રદેશના અમેઠી મતવિસ્તાર ઉપરાંત કર્ણાટક તથા તામિલનાડુની સરહદ પરના કેરળના જિલ્લા વાયનાડથી પણ લડવાનો નિર્ણય લીધો છે.

national news odisha narendra modi bharatiya janata party