સ્ટુડન્ટ્સને આપવામાં આવતી આકરી સજાનો વિરોધ કરનાર ટીચરની હકાલપટ્ટી

14 February, 2019 01:01 PM IST  |  પૂણે | ચૈત્રાલી દેશમુખ

સ્ટુડન્ટ્સને આપવામાં આવતી આકરી સજાનો વિરોધ કરનાર ટીચરની હકાલપટ્ટી

પુણેની CBSC સ્કૂલમાં કરાટે શિક્ષક તરીકે કાર્યરત અનિકેત ગુલાબ સાતવે ૫ ફેબ્રુઆરીએ કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ પ્રધાન મેનકા ગાંધીને ઈ-મેઇલ કરી હતી. આ ઈ-મેઇલમાં અનિકેત સાતવે શાળામાં ભણતા ૮ વર્ષના બાળકને ગયા વર્ષે નવેમ્બરમાં આપવામાં આવેલી સજાનો ફોટો અને ડીટેલ મોકલી હતી. ફોટોમાં બાળકના હાથ દોરડા વડે બાંધવામાં આવ્યા હતા. શાળાની પ્રિન્સિપાલે વિદ્યાર્થીને સજા આપવા આવું કારસ્તાન કર્યું હતું. અનિકેતે જ્યારે પ્રિન્સિપાલની આ વાતનો વિરોધ વ્યક્ત કર્યો ત્યારે તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ પુણેના કોંઢવા પોલીસ સાથે સંપર્ક કરી આ બનાવની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

અનિકેત સાતવ ૨૦૧૪થી આ શાળામાં કરાટે શિક્ષક તરીકે કામ કરતો હતો. બીજા ધોરણમાં ભણતા ઉઝૈર ફૈઝ શેખને સજા અપાતાં શાળાના સત્તાધીશો સામે બોલવા બદલ તેને ૨૦૧૮ની ૨૯મી નવેમ્બરે નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ગેરવર્તણૂક કરવાની સજા આપવા ઉઝૈરને આખો દિવસ દોરડા વડે બાંધી ક્લાસમાં બેસાડવામાં આવ્યો હતો.


અનિકેતે ઉઝૈરના હાથ ખોલી દીધા હતા એમ જણાવતાં સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ પાટીલે કહ્યું હતું કે ‘૧ નવેમ્બરે સવારે સાડાઆઠ વાગ્યાનો આ બનાવ હતો. થોડા સમય પછી ટીચરે ઉઝૈરના હાથ પાછા બાંધી દીધા. અનિકેતે ટીચરને હાથ ખોલવા કહ્યું, પણ ટીચરે પ્રિન્સિપાલનો ઑર્ડર છે એમ કહી ઇનકાર કરી દીધો હતો. અનિકેતે વિદ્યાર્થીનો ફોટો લઈ આચાર્યને ફરિયાદ કરી એથી તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનાં માતા-પિતા સાથે આ બાબતે અમે સંપર્ક કરતાં તેઓ આર્યચકિત થયા હતા, કરણ કે તેમને આ વિષયમાં કોઈ જાણકારી નહોતી. આ કેસમાં ફરિયાદ નોંધી અમે તપાસ હાથ ધરી છે.’

national news